Ankita lokhande: સુશાંત વિશે વાત કરવા પર અંકિતા લોખંડે એ આપી પ્રતિક્રિયા, અભિનેતા ને લઈને કહી આવી વાત

Ankita lokhande: અંકિતા લોખંડે ને ઘણીવાર બિગ બોસ 17 ના ઘરમાં સુશાંત વિશે વાત કરતી જોવા મળી હતી. એટલું જ નહીં અંકિતા ઉપર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે સુશાંત નું નામ લઈને સહાનુભૂતિ મેળવી રહી છે. હવે અંકિતા એ સુશાંત વિશે વાત કરવા પર પ્રતિક્રિયા આપી છે.

by Zalak Parikh
ankita lokhande about sushant singh rajput

News Continuous Bureau | Mumbai 

Ankita lokhande: અંકિતા લોખંડે બિગ બોસ માં આવ્યા બાદ થી લાઈમલાઈટમાં આવી છે. આ શો માં અંકિતા તેના પતિ વિકી જૈન સાથે આવી હતી. આ દરમિયાન બંને વચ્ચે ઘણી લડાઈ પણ જોવા મળી હતી. એ તો સૌ જાણે છે કે અંકિતા અને સુશાંત સિંહ રાજપૂત રિલેશન માં હતા. સાત વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ બંને નું બ્રેકઅપ થઇ ગયું હતું. હવે સુશાંત સિંહ રાજપૂત આ દુનિયામાં નથી. બિગ બોસ ના ઘરમાં અંકિતા ઘણીવાર તેના એક્સ બોયફ્રેન્ડ સુશાંત વિશે વાત કરતી જોવા મળી હતી. આને લઈને તેના પર એવો આરોપ મુકવામાં આવ્યો હતો કે અંકિતા સુશાંત નું નામ લઈને સહાનુભૂતિ મેળવવા માંગે છે. હવે અંકિતા એ સુશાંત વિશે વાત કરવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. 

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: શાહરુખ ખાન ને ટક્કર આપવા મેદાનમાં ઉતરી સુહાના ખાન, બંને ને એક સાથે એક ફ્રેમ માં જોઈ ચાહકો થઇ ગયા ખુશ, જુઓ વિડીયો

અંકિતા લોખંડે એ આપી પ્રતિક્રિયા 

અંકિતા લોખંડેએ તાજેતરમાં જ મીડિયા સાથેની વાતચીતમાં બિગ બોસ ના ઘરમાં સુશાંત વિશે વાત કરવાને લઈને કહ્યું હતું ‘મને લાગે છે કે આ મારી જિંદગી છે. જો હું કોઈને જાણું છું અથવા કોઈના વિશે કંઈક સારું જાણું છું, તો હું હંમેશા તે વ્યક્તિ વિશે વાત કરીશ. મને કોઈ રોકી શકે તેમ નથી.’ 

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)


આ સાથે જ અંકિતા એ તેના અને વિકી ના સંબંધ વિશે કહ્યું કે, ‘મને લાગે છે કે તમે જેને પ્રેમ કરો છો તેને પ્રેમ કરતા રહેવું જોઈએ. તેના માથા પર બેસીને નૃત્ય કરો, તેનાથી કોઈ ફરક પડતો નથી. કારણ કે જો તે તમને પ્રેમ કરે છે, તો તે તમારી સાથે રહેશે અને ક્યાંય જશે નહીં.’ 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More