News Continuous Bureau | Mumbai
Bigg boss 17 ankita lokhande and vicky jain: બિગ બોસ સીઝન 17 માં આ વખતે નવી થીમ ઉમેરવામાં આવી છે. જેમાં ઘણા સેલેબ્રીટી કપલ્સે ભાગ લીધો છે. જયારે શો માં અન્ય સ્પર્ધક સાથે પતિ પત્ની હાજર હોય ત્યારે ગેરસમજ ઉભી થવાની જ છે. અંકિતા લોખંડે અને વિકી જૈન પણ બિગ બોસના ઘરની અંદરના બે પરિણીત યુગલોમાંથી એક છે. હવે શો નો નવો પ્રોમો રિલીઝ થયો છે. જેમાં બન્ને એકબીજા સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા.
બિગ બોસ 17 નો નવો પ્રોમો
શો ના સામે આવેલ પ્રોમો માં જોઈ શકાય છે કે, અંકિતા પૂલ એરિયામાં ચીલ કરતી જોવા મળે છે અને વિકી તેના બીજા છેડે બેઠો છે. બંને વચ્ચે દલીલબાજી થઈ રહી છે. વિકી કહે છે કે તે જાણતો હતો કે આ થવાનું હતું, અને અંકિતા પૂછે છે કે શું. “જે પણ થઈ રહ્યું છે,” તે કહે છે. વિકી કહે છે, “તમને જે ગમે છે, તે પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય નથી.”આ પછી અંકિતા કહે છે, “તમે બધાની સાથે એન્જોય કરો છો, તે ખૂબ સારું છે. દરેક વ્યક્તિ તમારા મિત્ર બની ગયા છે તે સારું છે. મને ક્યારેક એવું લાગે છે… તમે પહેલા ક્યારેય મની અવોઇડ કરી નથી.” આ પછી વિકી કહે છે કે જો તે તેનો બધો સમય તેની સાથે વિતાવવો હતો તો પછી તે બિગ બોસમાં કેમ આવ્યા ઘરે જ રહ્યા હોત.’
તમને જણાવી દઈએ કે,બિગ બોસમાં આવતા પહેલા અંકિતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે,તે એક લાગણીશીલ વ્યક્તિ છે અને તે વિવાદો થી દૂર રહેવું પસંદ કર છે પરંતુ જો વિકી તેની સાથે છે તેથી તે બિગ બોસ માં જવાની હિંમત કરી શકી છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 માં ભાગ લેવો સના રઈસ ખાન ને પડ્યો ભારે, આર્યન ખાન ની વકીલ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
