Site icon

અંકિતા લોખંડે વિકી જૈન સાથે કરવા જઈ રહી છે લગ્ન, આ તારીખે લેશે સાત ફેરા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 01 નવેમ્બર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર

બોલિવૂડમાં ફરી લગ્નની સિઝન આવી ગઈ છે એમ કહેવું ખોટું નહીં હોય. પહેલા કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન (ડિસેમ્બર)ના સમાચાર આવ્યા, પછી રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન (નવેમ્બર)ના સમાચાર આવ્યા. હવે જાણવા મળ્યું છે કે અંકિતા લોખંડે અને વિકી જૈન ડિસેમ્બરમાં લગ્ન કરશે.

અંકિતા લોખંડે છેલ્લા કેટલાક સમયથી વિકી જૈનને ડેટ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી તેમના લગ્નના સમાચાર આવી રહ્યા હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ આ વર્ષે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. વિકી જૈન અને અંકિતા લોખંડે ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાશે. કપલના નજીકના મિત્રો અને સંબંધીઓને લગ્નની જાણકારી આપવામાં આવી છે. એક મીડિયા હાઉસ ના રિપોર્ટ અનુસાર, ડિસેમ્બરમાં બંનેના લગ્નનો દિવસ 12, 13 અને 14માંથી કોઈ પણ  એક હોઈ શકે છે. ટૂંક સમયમાં નજીકના લોકોને લગ્નના આમંત્રણ મોકલવામાં આવશે.

રણબીર- આલિયા પેહલા આ અભિનેતા કરશે આ મહિને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન; જાણો વિગત

અંકિતા અને વિકી છેલ્લા સાડા ત્રણ વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. બંને તાજેતરમાં જ એક દિવાળી પાર્ટીમાં જોવા મળ્યા હતા, જ્યાં અંકિતા અને વિકીએ એકબીજાને કિસ કરીને લોકો સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જણાવી દઈએ કે અંકિતા લોખંડેએ તેના પૂર્વ પ્રેમી સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ ડેથ એનિવર્સરીના એક દિવસ બાદ વિકી માટે વખાણ કરતી પોસ્ટ શેર કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર વિકી સાથેની પોતાની તસવીર શેર કરતા અભિનેત્રીએ લખ્યું, 'ડિયર વિકી, જ્યારે મુશ્કેલ સમય હતો ત્યારે તમે મારી સાથે હતા. તમે પહેલા વ્યક્તિ હતા જેણે મને હંમેશા પૂછ્યું કે હું કેવી છું. જો મને કોઈ બાબતમાં મદદની જરૂર હોય અથવા હું શાંત થઈ શકું તે માટે દૂર જવા માંગતી હોઉં, તો તમે હંમેશા મારા વિશે ચિંતિત હતા…

Zubeen Garg: જુબિન ગર્ગના અવસાન પછી પત્નીનું ભાવુક નિવેદન, ફેન્સને કરી ખાસ અપીલ
Jolly LLB 3: ‘જોલી એલએલબી 3’એ ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, અક્ષય-અરશદની ફિલ્મે કર્યો આટલા કરોડ નો ધંધો
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના 17 વર્ષ પૂર્ણ થવા પર, માધવી ભિડે એટલે કે સોનાલિકા જોશી થઇ ખુશ, કહી આવી વાત
King BTS Pictures Leaked: ‘કિંગ’ના સેટ પરથી લીક થયો શાહરુખ-સુહાના નો લુક, અભિષેક બચ્ચન પણ નવા અવતારમાં મળ્યો જોવા
Exit mobile version