News Continuous Bureau | Mumbai
Bigg boss 17 ankita lokhande:સલમાન ખાન નો કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો બિગ બોસ 17 સતત લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં સ્પર્ધક એકબીજા સાથે લડતા, રડતા જોઈ શકાય છે. હવે બિગ બોસ 17 ના તાજેતરના એપિસોડમાં અંકિતા લોખંડે ઈમોશનલ જોવા મળશે. અંકિતા તેના સહ-સ્પર્ધક અભિષેક સાથે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરતા કરતા રડી પડે છે.
સુશાંત સિંહ રાજપૂત ને યાદ કરી રડી પડી અંકિતા
કલર્સ ટીવી એ બિગ બોસ 17 નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. આ પ્રોમો વિડીયો માં જોવા મળે છે કે, અંકિતા લોખંડે અને અભિષેક ગાર્ડન એરિયામાં બેઠા છે. આ દરમિયાન અંકિતા લોખંડેએ અભિષેકને કહે છે., ‘જ્યારે તું શર્ટ વગર ફરે છે, ત્યારે તારું શરીર જોઈને મને સુશાંતની યાદ આવે છે.’ અભિષેક કહે છે, ‘તેની અને મારી યાત્રા અને પૃષ્ઠભૂમિ એકસમાન છે.’ અંકિતા લોખંડે કહે છે, ‘તે તમારી જેમ ગુસ્સે ન હતો, તે ખૂબ જ શાંત હતો. સુશાંત ખૂબ જ મહેનતુ હતો, તેની મહેનતનું સ્તર અલગ હતું. તેને કામ પ્રત્યે ખૂબ સમર્પણ હતું. આ વાત કરતા કરતા અંકિતા લોખંડે ભાવુક થઈ જાય છે. ત્યારબાદ અભિષેક કહે છે, ‘મેં વિચાર્યું હતું કે હું તમારી સાથે આ વિશે ક્યારેય વાત નહીં કરું. અંકિતા લોખંડે કહે છે, ‘તેના વિશે વાત કરીને સારું લાગે છે. ગર્વ અનુભવું છું ફેમિલી છે.’ આમ કહી અંકિતા રડવા લાગે છે.
તમને જણાવી દઈએ કે, અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત પવિત્ર રિશ્તા ના સેટ પર મળ્યા હતા. ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ થયો હતો. 7 વર્ષ રિલેશનશિપ માં રહ્યા બાદ સુશાંત અને અંકિતા નું બ્રેકઅપ થઇ ગયું.ત્યારબાદ અંકિતા ના જીવન માં વિકી જૈન આવ્યો અને અંકિતા એ વિકી જૈન સાથે લગ્ન કરી લીધા.બીજી તરફ સુશાંત તેના જીવનમાં આગળ નીકળી ગયો હતો. પછી અચાનક વર્ષ 2020 માં સુશાંત નો મૃતદેહ તેના ફ્લેટ માંથી મળી આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચોઃ Singham again: સિંઘમ અગેન માં અક્ષય કુમાર ની થઇ ધમાકેદાર એન્ટ્રી, અજય દેવગને પોસ્ટ શેર કરી અભિનેતા વિશે કહી આ વાત