Site icon News Continuous Bureau | Mumbai

Ankita Lokhande: અંકિતા લોખંડે એ ઇન્ડસ્ટ્રી માં પુરા કર્યા 16 વર્ષ, ભાવુક થયેલી અભિનેત્રી એ પોસ્ટ માં લખી આવી વાત

Ankita Lokhande: અંકિતા લોખંડેના અભિનય કારકિર્દીના 16 વર્ષ પૂર્ણ કર્યા છે. આ દરમિયાન અભિનેત્રી ભાવુક થઇ હતી અને તેને એક પોસ્ટ પણ શેર કરી હતી.

Ankita Lokhande Gets Emotional as She Completes 16 Years in the Industry

Ankita Lokhande Gets Emotional as She Completes 16 Years in the Industry

News Continuous Bureau | Mumbai

Ankita Lokhande: ટીવી અને ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી અંકિતા લોખંડે  એ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં 16 વર્ષ પૂર્ણ કર્યા છે. તાજેતર માં તેને સોશિયલ મીડિયા પર પોતાના સફરના ખાસ પળો યાદ કરતાં કેટલીક તસવીરો અને એક ભાવનાત્મક સંદેશ શેર કર્યો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: King shooting: શું ખરેખર શાહરુખ ખાન વગર જ શરુ થઇ ગયું કિંગ નું શૂટિંગ? ફિલ્મ ની રિલીઝ ડેટ પર પણ આવ્યું મોટું અપડેટ

 “સપનાથી શરૂ થયેલી યાત્રા આજે પણ દિલમાં જીવંત છે”

અંકિતાએ લખ્યું કે, “સોળ વર્ષ પહેલા મેં સપનાથી ભરેલી આંખો અને આત્મવિશ્વાસ સાથે આ જગતમાં પગ મૂક્યો હતો. આજે હું જે છું તે દરેક પડકાર અને સફળતાના કારણે છું. આ 16 વર્ષમાં મેં જે શીખ્યું છે તે મને એક અભિનેત્રી અને એક સ્ત્રી તરીકે ઘડ્યું છે.” અંકિતાએ પોતાના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ રહેલા શો ‘પવિત્ર રિશ્તા’ ને યાદ કરતાં કહ્યું કે, “અર્ચના માત્ર પાત્ર નહોતું, તે મારો એક ભાગ બની ગયું. તેની નિર્દોષતા, પ્રેમ અને સંઘર્ષથી હું આજે પણ પ્રેરણા લઉં છું.” આ શોમાં અંકિતા સાથે દિગંત સુશાંત સિંહ રાજપૂત પણ મુખ્ય ભૂમિકામાં હતા.


અંકિતા પોતાના પતિ વિક્કી જૈન સાથે શો ‘લાફ્ટર શેફ 2’ માં જોવા મળી રહી છે. ચાહકોને આ જોડી ખૂબ પસંદ છે. અંકિતાએ ટીવી ઉપરાંત ફિલ્મોમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે અને આજે પણ તેના ફેન્સ તેમના દરેક પ્રોજેક્ટ માટે ઉત્સાહિત રહે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version