News Continuous Bureau | Mumbai
Ankita lokhande: અંકિતા લોખંડે બિગ બોસ 17 માં જોવા મળી રહી છે. આ શો માં તેના અને તેના પતિ ની ખાટી મીઠી નોક ઝોક ને દર્શકો પસંદ કરી રહ્યા છે. આ શો માં અંકિતા ઘણી વખત તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત ને યાદ કરી ને રડતી જોવા મળી હતી. અંકિતા જયારે પણ સુશાંત વિશે વાત કરતી તે ભાવુક થઇ જતી. હવે ફરી એક વાર બિગ બોસ ના ઘર માં અંકિતા સુશાંત ને યાદ કરી ને ભાવુક જોવા મળી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. .
સુશાંત ને યાદ કરી ભાવુક થઇ અંકિતા
વિડીયો ની શરૂઆત માં અંકિતા સુશાંત ની પહેલી ફિલ્મ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી નું ગીત કૌન તુજે ગાતી જોવા મળે છે. ત્યારબાદ મુન્નવર તેને કહે છે કે તે સુશાંત ને આ ફિલ્મ ના સ્પેશિયલ સ્ક્રીનિંગ વખતે પહેલીવાર મળ્યો હતો ત્યારબાદ અંકિતા સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરતી વખતે ભાવુક થઈ જાય છે અને કહે છે, “તે ખૂબ જ સરસ વ્યક્તિ હતો. ભૂતકાળમાં તેના નામનો ઉપયોગ કરવો તે ખૂબ જ વિચિત્ર છે. મને વિચિત્ર લાગે છે. તેમ છતાં, પહેલા તો ….તે વિકીનો મિત્ર પણ હતો.આ રીતે કોઈને ગુમાવવાનો મારો પહેલો અનુભવ હતો. તે ખૂબ જ આઘાતજનક હતું. હું તેના અંતિમ સંસ્કારમાં પણ નહોતી ગઈ. હું જઈ ના શકી. વિકીએ જ મને જવાનું કહ્યું, કે જા જઈ આવ પણ મેં ના પાડી. હું તે નહોતી જોઈ શકતી.” ત્યારબાદ તે તેના પિતા ને પણ યાદ કરે છે.
#AnkitaLokhande talks abt SSR, what a great man he was, his funeral, how it’s difficult talking abt him in past tense n breaks down remembering him n her dad ❤️#BB17 #BiggBoss17 pic.twitter.com/MWUshVXPG0
— Rachit (@rachitmehra_2) November 20, 2023
તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે પહેલીવાર પવિત્ર રિશ્તા ના સેટ પર મળ્યા હતા અને અહીંથી જ તેમના વચ્ચે પ્રેમ ખીલ્યો હતો. સાત વર્ષ એક બીજા ને ડેટ કર્યા બાદ બંને અલગ થઇ ગયા હતા. ત્યારબાદ વર્ષ 2020 માં સુશાંત તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ના ઘર માં અંકિતા અને વિકી જૈન ને કારણે મચ્યો હંગામો, સ્પર્ધક થયા ગુસ્સે, જાણો શું છે સમગ્ર મામલો