News Continuous Bureau | Mumbai
Bigg boss 17: અંકિતા લોખંડે અને વિકી જૈન બિગ બોસ 17 ના ઘરમાં જોવા મળી રહ્યા છે. જ્યારથી તેઓ બિગ બોસ માં આવ્યા છે ત્યારથી બંને લડી ઝઘડી રહ્યા છે.ઘણીવાર અંકિતા તેના પતિ વિકી જૈનના ખરાબ વર્તનને કારણે રડતી જોવા મળી હતી.અંકિતાની માતા અને સાસુ બિગ બોસના એક એપિસોડમાં સાથે જોવા મળ્યા હતા. અંકિતા લોખંડેની સાસુ તેના શબ્દોના કારણે ટ્રોલ થઈ છે.સોશિયલ મીડિયા પર લોકોએ વિકી જૈનની માતાને ‘લલિતા પવાર 2.0’ તરીકે ટેગ કરી છે.
વિકી જૈન ની માતા ને મળ્યું લલિતા પવાર નું બિરુદ
રવિવારના એપિસોડમાં વિકી જૈન અને અંકિતા લોખંડેની માતા સાથે હાજર હતા. લોકોએ જોયું કે જ્યારે પણ અંકિતા લોખંડેની માતા કંઈક કહેવાની કોશિશ કરે છે, ત્યારે વિકીની માતા ખૂબ જ રુડ થઇ ને અંકિતા ની માતા ને ચૂપ કરી દે છે અને પોતે જ બોલવાનું શરૂ કરી દે છે.વિકી ની માતા એઅંકિતાને કહ્યું કે ‘તું વિકીનું ધ્યાન નથી રાખતી, જુઓ તે કેવી રીતે રડે છે’.તેણે આ લડાઈ માટે અંકિતાને જ જવાબદાર ઠેરવી હતી.
Special spoon feeding session !!#AnkitaLokhande ‘s saas is big red flag.
Typical Indian families where groom side’s has upper hand over bride’s side.#BiggBoss17 #VickyJain #BB17 pic.twitter.com/zitQZ2Wrlt
— #BiggBoss17_Tak (@BiggBoss17_Tak) November 26, 2023
વિકી જૈન ની માતા નું આવું વર્તન જોઈ ને ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર વિકી જૈન ની માતા ને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે તો લખ્યું કે તે હવે વિકી જૈન ને સપોર્ટ નહીં કરી શકે.
આ સમાચાર પણ વાંચોઃ Khalasi: કોક સ્ટુડિયોના ગુજરાતી ગીત ની ધમાલ, આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી રેપ સોંગ…. વિડીયો થયો વાયરલ