Site icon

શું અંકિતા લોખંડે ખરેખર ગર્ભવતી છે? કંગનાના શો ‘લોક અપ’માં થયો ખુલાસો, જાણો શું છે હકીકત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતનો રિયાલિટી શો 'લોક અપ' દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ શોમાં સ્પર્ધકો પોતાની સાથે જોડાયેલા રહસ્યો જણાવીને શોને વધુ રસપ્રદ બનાવી રહ્યા છે. તાજેતરમાં, નિર્માતાઓએ શો સંબંધિત એક પ્રોમો રિલીઝ કર્યો, જેમાં જાણીતી ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે કંગના રનૌતના શોમાં મહેમાન તરીકે દેખાઈ રહી છે. કંગના રનૌત અને અંકિતા લોખંડે વચ્ચે પહેલેથી જ સારું બોન્ડિંગ છે. અંકિતાએ કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસીમાં કામ કર્યું છે. આવી સ્થિતિમાં અંકિતા લોખંડે તેની આગામી વેબ સિરીઝ 'પવિત્ર રિશ્તા'ના પ્રમોશન માટે એક્ટ્રેસના શોમાં પહોંચી હતી. આ દરમિયાન અંકિતા લોખંડેએ પોતાની સાથે જોડાયેલ એક રહસ્ય જાહેર કર્યું, જેણે બધાને ચોંકાવી દીધા.

Join Our WhatsApp Community

કંગના રનૌતે અંકિતા લોખંડેને કહ્યું કે અમારી અહીં એક પરંપરા છે, જે પણ આ શોમાં આવે છે અને તેણે પોતાની સાથે જોડાયેલ કોઈ રહસ્ય જણાવવાનું હોય છે. પહેલા અંકિતાએ કહ્યું કે તેની પાસે કોઈ રહસ્ય નથી પરંતુ બાદમાં જ્યારે કંગનાએ આગ્રહ કર્યો તો અભિનેત્રીએ કહ્યું, 'ઠીક છે, વિકીને પણ આ ખબર નથી. અભિનંદન મિત્રો હું ગર્ભવતી છું. આ સાંભળીને સ્પર્ધકો અને કંગના બેશક આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ પછી અંકિતાએ કહ્યું, 'એપ્રિલ ફૂલ થઈ ગયું છે.' આના પર કંગનાએ જવાબ આપ્યો, 'પહેલી એપ્રિલ આજે પણ નથી.'

આ સમાચાર પણ વાંચો : બોલીવુડની આ દિગ્ગજ અભિનેત્રી ટાઈમ 100 ઈમ્પેક્ટ એવોર્ડમાં  સતત બીજી વખત સામેલ થનારી ‘પ્રથમ ભારતીય’ બની; જાણો વિગતે 

જોકે, જ્યારે અંકિતા જઈ  રહી હતી ત્યારે કંગના રનૌતે કહ્યું હતું કે, 'હું આશા રાખું છું કે આ ખોટુ રહસ્ય જલ્દી સાચુ થઈ જશે.' અંકિતાએ જવાબ આપ્યો, 'જલદી જ થશે.' તમને જણાવી દઈએ કે,અંકિતાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે 14 ડિસેમ્બર 2021ના રોજ લગ્ન કર્યા હતા. બંને હાલમાં સ્ટાર પ્લસ પર પ્રસારિત થઈ રહેલા શો સ્માર્ટ જોડીનો ભાગ છે. આ શોમાં બંનેની જોડીને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version