News Continuous Bureau | Mumbai
Ankita lokhande: અંકિતા લોખંડે અને વિકી જૈન બિગ બોસ 17 માં આવ્યા પછી ચર્ચા માં આવ્યા છે. આ શો માં બંને ના લડાઈ ઝગડાએ ખુબ હેડલાઈન બનાવી હતી. આ શો માં વિકી જૈન ની માતા પણ આવી હતી. બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ વિકી જીણ ની માતા એ અંકિતા વિશે ઘણી ટિપ્પણી કરી હતી જેના કારણે તેમને ટ્રોલિંગ નો સામનો કરવો પડ્યો હતો. હવે બિગ બોસ પૂરો થઇ ગયો છે. હાલ અંકિતા તેના પતિ વિકી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. આ દરમિયાન અંકિતા એ મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તેના સાસુ અને સસરા વિશે વાત કરી હતી.
અંકિતા લોખંડે એ તેના સાસુ સસરા વિશે કહી આવી વાત
બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ અંકિતા એ મીડિયા ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂ માં અંકિતા એ તેની સાસુ વિશે વાત કરતા કહ્યું, ‘મમ્મીએ ક્યારેય વિકીને રડતો જોયો ન હતો અને જ્યારે તેને રડતો જોયો ત્યારે તે પણ ભાવુક થઈ ગઈ. મમ્મી પણ મારા જેવી છે. જો હું પણ તેની જગ્યાએ હોત તો. જો મારુ બાળક હોત, તો મેં પણ એવું જ કર્યું હોત. હું પણ પૂછતી કે મારા પુત્રનું કોણે શું કર્યું? મારી મમ્મી અમારી સાથે રહે છે તેથી તે જાણે છે કે અમે કેવા છીએ. વિકીની માતા અમારી સાથે રહેતી નથી. તે તેની પુત્રી સાથે રહે છે તેથી તેને ખબર નથી કે અમે કેવા છીએ. મારી સાસુ જે બોલે છે તે મોઢા પર જ બોલે છે તેના મનમાં કશું જ નથી.મારા માટે મારા સાસુ સસરા ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ લોકો બહારથી સખત અને અંદરથી બહુ નરમ છે.
આ સમાચાર પણ વાંચો : Ankita lokhande: અંકિતા લોખંડે ના આ નજીકના સભ્ય એ કહ્યું દુનિયા ને અલવિદા, સુશાંત સિંહ રાજપૂત સાથે હતો ખાસ સંબંધ
અંકિતા એ તેના સસરા વિશે વાત કરતા કહ્યું કે, ‘મેં મારા સસરા સાથે એકવાર વાત કરી હતી. હવે હું બિલાસપુર જઈશ અને તેમને મળીશ. અમે ફોન પર વાત કરી. તે વિકી અને મારા બંને પર ગુસ્સે હતો. હવે નથી. તેમણે કહ્યું કે ચાલો બિલાસપુર આવો પછી વાત કરીશું.’