News Continuous Bureau | Mumbai
Naagin 7: ટીવી ની લોકપ્રિય અભિનેત્રી અંકિતા લોખંડે બિગ બોસ 17 પછી ઘણી લોકપ્રિય થઇ છે. આ શો માં તે તેણ પતિ વિકી જૈન સાથે આવી હતી. આ શો માં બંને વચ્ચે ઘણી લડાઈ પણ થઇ હતી. હવે શો પતી ગયો છે. તેમછતાં અંકિતા ની લોકપ્રિયતા ઓછી નથી થઈ. અંકિતા ને બિગ બોસ ના ઘરમાં થી બહાર આવતાની સાથે જ ઘણા પ્રોજેક્ટ્સ ની ઓફર મળી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ એકતા કપૂરે અંકિતાને તેના એક પ્રોજેક્ટ માટે સાઈન કરી છે. એવું કહેવાય છે કે તે નાગિન ની આગામી સીઝન છે.
આ સમાચાર પણ વાંચો : Ankita Lokhande: અંકિતા એ ફરી તેના સાસુ ને બોલવાનો આપ્યો મોકો! પાર્ટી માં પતિ ની સામે આ વ્યક્તિ સાથે કોઝી થઇ અભિનેત્રી, જુઓ વિડીયો
નાગિન 7 માં થઇ અંકિતા ની એન્ટ્રી!
નાગિન એકતા કપૂર ની હિટ સિરીઝ માંથી એક છે. મીડિયા રિપોર્ટ મુજબ એકતા કપૂરે અંકિતા લોખંડે ને તેના હિટ શો ‘નાગિન 7’ માટે સાઈન કરી છે. અંકિતા આ પહેલા એકતા કપૂર સાથે તેની સિરિયલ પવિત્ર રિશ્તા માં કામ કરી ચુકી છે. આ ઉપરાંત મીડિયા રિપોર્ટ માં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બિગ બોસ 16 ફેમ અંકિત ગુપ્તા ને પણ નાગિન 7 માટે સાઈન કરવામાં આવ્યો છે. જો આવું થશે તો ટીવી પર એક નવી જ જોડી જોવા મળશે.
