News Continuous Bureau | Mumbai
ટી-સિરિઝના સ્થાપક અને ૮૦ના દસકામાં મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીને ધબકતી કરનારા ગુલશન કુમારની બાયોપિક બનાવવાનો પ્લાન અનિશ્ચિત મુદત માટે પડતો મૂકાયો છે. ભૂષણ કુમારે પોતાના પિતાની બાયોપિક ‘મુગલ’ માટે અગાઉ અક્ષય કુમારની પસંદગી કરી હતી, પરંતુ મતભેદ ઊભા થતાં અક્ષય કુમારે પ્રોજેક્ટમાંથી વિદાય લીધી હતી અને આમિર ખાનને લીડ રોલ માટે ફાઈનલ કરાયા હતા. આમિરની રીસેન્ટ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની હાલત જોઈને ભૂષણ કુમારે મુગલનો પ્રોજેક્ટ હોલ્ડ પર મૂકી દીધો છે.
૨૦૧૭ના વર્ષમાં ફિલ્મ એનાઉન્સ થઈ ત્યારે લીડ રોલમાં અક્ષય કુમાર અને ડાયરેક્ટર તરીકે સુભાષ કપૂર ફાઇનલ હતા. ભૂષણ કુમાર સાથે ક્રીએટિવ ડિફરન્સ ઊભા થતાં અક્ષયે છેડો ફાડ્યો હતો અને ત્યારબાદ આમિર ખાને આ રોલ માટે તૈયારી દર્શાવી હતી. લાલ સિંહ ચઢ્ઢા પૂરી થયા બાદ આમિર ખાન આ ફિલ્મ પર કામ શરૂ કરવાના હતા. જોકે લાલ સિંહ ચઢ્ઢાને કારમી પછડાટ મળતાં ટી-સિરિઝના મેનેજમેન્ટે યોગ્ય સમયની રાહ જોવાનું નક્કી કર્યું છે. આમિર ખાને વર્ષોની મહેનત બાદ લાલ સિંહ ચઢ્ઢા તૈયાર કરી હતી. પ્રમોશનમાં પણ કોઈ કચાશ રખાઈ ન હતી. જોકે બોયકોટ ટ્રેન્ડના કારણે આમિરને મોટું નુકસાન થયું છે. રિપોર્ટ્સ મુજબ, આ મામલે ડાયરેક્ટર સુભાષ કપૂર અને પ્રોડ્યુસર ભૂષણ કુમાર વચ્ચે પણ ટેન્શન ઊભું થયું છે.
આ સમાચાર પણ વાંચો : અનુપમા સિરિયલ માં સૌથી વધુ કમાણી કરે છે શો ની મૂળ અભિનેત્રી રૂપાલી ગાંગુલી- જાણો વનરાજ શાહ થી લઇ ને બા-બાપુજી કેટલી લે છે ફી
મુગલનો પ્રોજેક્ટ પડતો મૂકવાના અને ભૂષણ કુમાર સાથે અણબનાવના રિપોર્ટ્સને વેગ મળી રહ્યો છે, કારણ કે, સુભાષ કપૂરે જાેલી એલએલબી ૩ પર કામ શરૂ કર્યું છે. અરશદ વારસી અને અક્ષય કુમાર સાથે જોલી એલએલબીનું શૂટિંગ આગામી વર્ષે શરૂ થવાનું છે.
મહત્વનું છે કે ૮૦ના દસકામાં મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં આવેલી તેજી માટે ગુલશન કુમાર જવાબદાર હતા. તેમની કંપની ટી-સિરિઝે સંખ્યાબંધ ફિલ્મોમાં હિટ મ્યૂઝિક આપ્યા હતા. ૧૯૯૭માં ગોળી મારીને તેમની હત્યા બાદ ભૂષણ કુમારે કંપનીનું સંચાલન પોતાના હાથમાં લીધું હતું. ભૂષણે ટી-સિરિઝને મ્યૂઝિક કંપનીમાંથી પ્રોડક્શન હાઉસ બનાવી દીધી છે અને બોલિવૂડના પ્રતિષ્ઠિત પ્રોડક્શન હાઉસમાં તેનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : દેશના ટોચના આ બિઝનેસમેને દુબઈમાં દીકરા માટે સૌથી મોંઘા ઘર ની કરી ખરીદી- રહસ્યમય ડીલથી દુનિયા અજાણ