Site icon

વિવાદોમાં ઘેરાયો ‘ઈન્ડિયન આઈડલ’ શો, ‘આશિકી’ ફિલ્મની હિરોઈન અનુ અગ્રવાલે મેકર્સ પર લગાવ્યો આ આરોપ

 News Continuous Bureau | Mumbai

ટીવીનો (TV) સિંગિંગ રિયાલિટી શો (Singing reality show) ‘ઈન્ડિયન આઈડલ’ શો (Indian Idol) અવારનવાર કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં આવે છે. હવે ફરી એકવાર આ શો વિવાદમાં આવ્યો છે. જો કે, આ વખતે ‘ઈન્ડિયન આઈડલ’ને કોઈ સોશિયલ મીડિયા યુઝર્સ (social media user) દ્વારા ટ્રોલ કરવામાં આવી નથી, બલ્કે અનુ અગ્રવાલે (Anu Agarwal) , જે ફિલ્મ ‘આશિકી’માં લીડ એક્ટ્રેસ (lead actress) હતી, તેણે શોના મેકર્સ પર તેના સીન કાપવાનો આરોપ લગાવ્યો છે.

Join Our WhatsApp Community

તાજેતરમાં, અભિનેત્રી અનુ અગ્રવાલ અને ‘આશિકી’  (Aashiqui ) ફિલ્મની આખી કાસ્ટ  ઇન્ડિયન આઇડોલ શોમાં મહેમાન તરીકે હાજરી આપી હતી. હવે અભિનેત્રી કહે છે કે તે શોમાં બહુ ઓછી જોવા મળી છે કારણ કે નિર્માતાઓએ  તેના ઘણા સીન કાપી નાખ્યા છે. હાલમાં જ અનુ અગ્રવાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તે શોમાં રાહુલ રોયની (Rahul Roy) બાજુમાં બેઠી હતી પરંતુ જ્યારે ટીવી પર એપિસોડ આવ્યો ત્યારે તેને ફ્રેમની બહાર ધકેલી દેવામાં આવી હતી. આ સિવાય અનુ અગ્રવાલે વાત કરતા કહ્યું કે, “હું એક સેલ્ફ મેડ અને સેલ્ફ-હીલ ગર્લ છું, મને ખુશી છે કે મેં ત્યાં બેઠેલા સ્પર્ધકોની (contestant) વાર્તા સાંભળી અને તેમને પ્રોત્સાહિત  કર્યા, પણ મને એ વાતનું દુઃખ છે કે મેં જે મોટિવેશન વાતો કહી તે લોકો સુધી પહોંચી જ નથી. અભિનેત્રી અનુ અગ્રવાલે વધુમાં કહ્યું કે જ્યારે તે સ્ટેજ પર ગઈ ત્યારે કુમાર સાનુ (kumar sanu) સહિત બધાએ ઉભા થઈને તેના માટે તાળીઓ પાડી હતી, તે તેના માટે સંપૂર્ણ આભાર હતો અને તે સમયે તે ભગવાનને યાદ કરી રહી હતી, જેના કારણે તેને આ સન્માન મળ્યું હતું. ચેનલે તે બધું કાઢી (deleted scene) નાખ્યું. હાલમાં અભિનેત્રીના આ નિવેદન બાદ શોના મેકર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

આ સમાચાર પણ વાંચો: દુઃખદ… મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયો ભયંકર અકસ્માત, કાર અથડાતા એક જ પરિવારના આટલા સભ્યોના ઘટના સ્થળે જ નિપજ્યા મોત  

તમને જણાવી દઈએ કે, રાહુલ રોય અને અનુ અગ્રવાલને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘આશિકી’ જબરદસ્ત હિટ રહી હતી અને આજે પણ આ ફિલ્મ અને તેના ગીતોને (songs) પસંદ કરવામાં આવે છે. અનુ અગ્રવાલ પણ આ ફિલ્મથી ખૂબ લોકપ્રિય થઈ હતી પરંતુ હવે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. જોકે હવે અભિનેત્રી સોશિયલ મીડિયા વગેરે દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.

 

Dharmendra Update: ધર્મેન્દ્ર નું 89 મી વર્ષે થયું નિધન; આમિર-અમિતાભ સહિત દિગ્ગજો પહોંચ્યા સ્મશાન ઘાટ
Ranbir Kapoor: ઉદયપુર ના લગ્ન માં બોલીવુડના ઠુમકા, વચ્ચે વાયરલ થયું રણબીર કપૂરનું જૂનું નિવેદન
The Family Man 4: ‘ધ ફેમિલી મેન ૪’ કન્ફર્મ! શ્રીકાંત તિવારી ઉર્ફે મનોજ બાજપેયીનો ધમાકેદાર ખુલાસો, ચાહકોમાં ઉત્તેજના
Priya Ahuja Rajda: ‘તારક મહેતા’ની ‘રીટા રિપોર્ટર’એ બનાવ્યો રેકોર્ડ, પીઠ પર રાખ્યું આટલા કિલો વજન,જેને જોઈએ તમે પણ રહી જશો દંગ
Exit mobile version