ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑગસ્ટ, 2021
બુધવાર
દરેકની જિંદગીમાં સંગીત મહત્વપૂર્ણ હિસ્સો ધરાવે છે. સંગીત એક એવી વસ્તુ છે જે દરેકનો મૂડ બદલી નાખે છે. ખાસ કરીને બૉલિવુડનાં ગીતો દરેકનો મૂડ બદલી નાખે છે. હિન્દી ફિલ્મ જગતમાં તમને દરેક જાતનાં ગીતો મળશે પછી એ રોમૅન્ટિક ગીત હોય કે પછી પાર્ટી ગીત. બૉલિવુડ પર બીજી ફિલ્મોની કૉપી કરવાનો જ આરોપ નથી લાગતો પણ કેટલીક વાર સિંગર ઉપર પણ મ્યુઝિક ચોરવાનો આરોપ લાગે છે, તો આવો જાણીએ આ બધા મ્યુઝિક કમ્પોઝરો વિશે.
અનુ મલિક
હાલમાં જ અનુ મલિક પર ઇઝરાયલના રાષ્ટ્રગીતની ધૂન ચોરવાનો આરોપ લાગ્યો હતો, જેને કારણે અનુ મલિક સોશિયલ મીડિયાના ટ્રોલરના નિશાના ઉપર આવી ગયો અને ટ્રોલ થવા લાગ્યો.
બાદશાહ
બાદશાહે થોડા સમય પહેલાં એનું ‘ગેંડા ફૂલ’ ગીત રિલીઝ કર્યું હતું. આ ગીતમાં જેકલીન ફર્નાન્ડીઝ હતી. આ ગીતને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું, પરંતુ પાછળથી ખબર પડી કે આ ગીત અસલમાં બંગાળી ગીત ‘બોરોલોકી બીટીલો’ની કૉપી છે. આ ગીતને રતન કહરે લખ્યું હતું, જેને કારણે બાદશાહને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો.
પ્રીતમ
પ્રીતમ એક એવો સિંગર અને મ્યુઝિક કમ્પોઝર છે જેના પર એક નહીં, બે નહીં; પરંતુ કેટલીય વાર મ્યુઝિક ચોરવાનો આરોપ લાગી ચૂક્યો છે. એવું કહેવામાં આવે છે કે પ્રીતમે અત્યાર સુધી જેટલાં પણ હિટ ગીતો આપ્યાં છે એ કોઈ ને કોઈ ગીતોની કૉપી છે. પ્રીતમે તેના મ્યુઝિક માટે ‘અમેરિકન પાઈ’ અને ‘થ્રિલર’ જેવી અંગ્રેજી ધૂનો ચોરી હતી.
સલીમ સુલેમાન
સલીમ સુલેમાનની જોડી સુપરહિટ છે. બંને કમાલના મ્યુઝિક કમ્પોઝર છે, પરંતુ તમને જાણીને હેરાની થશે કે સલીમ મર્ચન્ટ ઉપર પણ ધૂન ચોરવાનો આરોપ લાગી ચૂક્યો છે. આ ખબર બહાર આવ્યા બાદ તેના પ્રશંસકો તેનાથી ખૂબ નિરાશ થયા હતા. વર્ષ 2017માં જ્યારે સલીમનું ગીત ‘હારે યા’ આવ્યું હતું તો પાકિસ્તાની સિંગર અને અભિનેતા ફરહાન શહીદે તેના ઉપર આરોપ લગાવ્યો હતો કે આ ગીત 2014માં આવેલું તેનું ગીત ‘રાઇયા’ની કૉપી છે.
રાજેશ રોશન
રાકેશ રોશનના ભાઈ રાજેશ રોશનનું નામ પણ ગીત કૉપી કરવાના મામલામાં કેટલીય વાર સામે આવ્યું છે. રિપૉર્ટ પ્રમાણે રાજેશ દ્વારા બનાવવામાં આવેલું ‘લાવારીસ’નું લોકપ્રિય ગીત ‘તુમને જો કહા’ અંગ્રેજી ગીત ‘બાર્બી ગર્લ’, ‘ જુર્મ’નું ગીત ‘જબ કોઈ બાત બીગડ જાયે’ અંગ્રેજી ગીત ‘ફાઇવ હન્ડ્રેડ માઇલ્સ’ની થીમ ઉપરથી ચોરવામાં આવ્યું હતું.
સિક્રેટ મિશન ઉપર અક્ષયકુમાર, 3D ફૉર્મેટમાં આવી ગઈ છે અક્ષયકુમારની ‘બેલ બૉટમ’; જુઓ એનું ટ્રેલર