News Continuous Bureau | Mumbai
Anup jalota: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલા ની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં બોલિવૂડની ઘણી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન લોકપ્રિય ભજન સમ્રાટ અનૂપ જલોટા અયોધ્યા ની ફ્લાઇટમાં મુસાફરો સાથે જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
અનુપ જલોટા એ લગાવ્યા જયશ્રીરામ ના નારા
સોશિયલ મીડિયા પર અનુપ જલોટા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અનૂપ જલોટા ‘જય શ્રી રામ, જય જય શ્રી રામ’ ગણગણતા જોવા મળી રહ્યા છે.ભજ સમ્રાટ ની સાથે મુસાફરોએ પણ ફ્લાઈટમાં જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ પોસ્ટ ને કેપ્શન આપવામાં આવ્યું હતું કે, ‘અયોધ્યા માટે ફ્લાઇટ છોડતી વખતે, વિમાનમાં છેલ્લો મુસાફર જે ચડ્યો કે તે અનુપ જલોટા હતા.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, અયોધ્યામાં રામલલાની ભવ્ય મૂર્તિને ગર્ભગૃહમાં લઈ જવામાં આવી છે. 22મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રતિમાનું અભિષેક કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : JR NTR Ram mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માં જવા ની વચ્ચે જુનિયર એનટીઆર ની સામે આવી આ અડચણ, શું આમંત્રણ મળવા છતાં અયોધ્યા નહીં જઈ શકે અભિનેતા?