Site icon

અનુપમ ખેરે ફિલ્મ ‘RRR’ ના ગીત ‘નાટુ-નાટુ’ ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળવા બદલ અનોખી રીતે પાઠવ્યા અભિનંદન, શું પોસ્ટ જોઈને લોકો થશે ગુસ્સે?

ફિલ્મ 'RRR' ના ગીત 'નાટુ-નાટુ'ને 'બેસ્ટ ઓરિજિનલ સોંગ' માટે ગોલ્ડન ગ્લોબ મળ્યો છે. આ સ્થિતિ માં દરેક સેલેબ્સ ફિલ્મ ની આખી ટિમ ને અભિનંદન પાઠવી રહ્યા છે. આ લિસ્ટ માં અનુપમ ખેર નું પણ નામ સામેલ છે. હવે અભિનેતા એ અનોખી રીતે ગીત ની પ્રશંસા કરી છે.

anupam kher did such a- post regarding the film rrr what can people get angry after seeing this

અનુપમ ખેરે ફિલ્મ ‘RRR’ ના ગીત 'નાટુ-નાટુ' ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળવા બદલ અનોખી રીતે પાઠવ્યા અભિનંદન, શું પોસ્ટ જોઈને લોકો થશે ગુસ્સે?

News Continuous Bureau | Mumbai

 ફિલ્મ ‘RRR’ને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો છે, જેનું દરેક પાત્ર હજુ પણ પસંદ કરવામાં આવી રહ્યું છે. અને તાજેતરમાં જ ફિલ્મ ના ગીત ‘નાટુ-નાટુ’ને ‘બેસ્ટ ઓરિજિનલ સોંગ’ માટે ગોલ્ડન ગ્લોબ મળ્યો છે. મ્યુઝિક કંપોઝર એમએમ કીરવાણી એ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. તે દરમિયાન ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલી, રામ ચરણ અને જુનિયર એનટીઆર સાથે એવોર્ડ શોમાં હાજર હતા. આ સાથે લોકો ટીમને અભિનંદન આપી રહ્યા છે, જેમાંથી એક અનુપમ ખેર ( anupam kher  ) છે, જેમણે ફિલ્મના ગીતની અનોખી રીતે પ્રશંસા કરી હતી. તેણે લોરેલ અને હાર્ડી નો એક ડાન્સ વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘જુઓ #LaurelAndHardyને અમારા #NatuNatu ગીતને એટ્રીબ્યુટ આપતો ! આનંદ લો! તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

 અનુપમ ખેર ની આ પોસ્ટ પર આવી સેલેબ્સ ની પ્રિતિક્રિયા

તમને જણાવી દઈએ કે અનુપમ ખેરની આ શાનદાર પોસ્ટ પર ઘણા સ્ટાર્સે પણ પ્રતિક્રિયા આપી છે. શિલ્પા શેટ્ટીએ વિડિયો પર કોમેન્ટ કરી અને લખ્યું, ‘Awwwwww that’s great @anupampkher’ ફિલ્મ નિર્માતા રાકેશ રોશને પણ વિડિયોની પ્રશંસા કરી જ્યારે હંસરાજે ટિપ્પણી કરી, ‘હાહાહા અદ્ભુત’. માહિતી માટે, તમને જણાવી દઈએ કે રજનીકાંત થી લઈને શાહરૂખ ખાન સુધી, અન્ય ઘણા સેલેબ્સે આ વૈશ્વિક સન્માન માટે ‘RRR’ ને અભિનંદન પાઠવ્યા છે. રજનીકાંતે ટ્વીટ કર્યું હતું કે, “અમને ગૌરવ અપાવવા અને ભારતીય સિનેમામાં ગોલ્ડન ગ્લોબ્સ લાવવા બદલ એમએમ કીરાવાણી અને રાજામૌલી @mmkeeravaani @ssrajamouliનો આભાર.”

આ સમાચાર પણ વાંચો: અભિનેત્રી અનુષ્કા શર્મા એ આ મુદ્દે ખટખટાવ્યો બોમ્બે હાઈકોર્ટ નો દરવાજો, ફેબ્રુઆરી મહિનામાં થશે સુનાવણી, જાણો શું છે સમગ્ર મામલો

એકેડેમી એવોર્ડ્સની નોમિનેશન લિસ્ટમાં સામેલ થઇ ‘RRR’

જણાવી દઈએ કે એકેડેમી એવોર્ડ્સની નોમિનેશન લિસ્ટમાં ‘RRR’ પણ છે અને ચાહકોને હવે આશા છે કે ભારતને પણ ઓસ્કાર મળશે. દરમિયાન મુખ્ય અભિનેતા રામ ચરણે વચન આપ્યું છે કે જો અમને એવોર્ડ મળશે તો તે ઓસ્કાર સ્ટેજ પર 17 વખત ‘નાટુ નાટુ’ પર ડાન્સ કરવાની ના પાડશે નહીં. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ભારતને ઓસ્કાર મળે. લોકો આ સુંદર ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Hema Malini Tweet: ધર્મેન્દ્રના નિધનના ફેક ન્યૂઝ પર ભડક્યા હેમા માલિની, સોશિયલ મીડિયા પર આપી આવી માહિતી
Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે છે અધધ આટલા કરોડ ની સંપત્તિ ના માલિક
Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’ પાત્રથી કેવી રીતે બન્યા બોલીવુડના ‘હી-મેન’!
Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ
Exit mobile version