Anupam Kher: ધ બંગાળ ફાઇલ્સ ની રિલીઝ પહેલા અનુપમ ખેર એ લીધા બાપ્પા ના આશીર્વાદ, આ રીતે કર્યા લાલબાગ ચા રાજા ના દર્શન

Anupam Kher: અભિનેતા અનુપમ ખેર એ સામાન્ય ભક્તોની જેમ લાલબાગચા રાજાના દર્શન કર્યા, ભક્તિ અને વ્યવસ્થાની કરી પ્રશંસા

by Zalak Parikh
Anupam Kher Visits Lalbaugcha Raja Without VIP Privileges, Praises Devotion and Discipline

News Continuous Bureau | Mumbai

Anupam Kher: મુંબઈમાં ગણેશોત્સવ ની ધૂમ વચ્ચે અનેક સેલિબ્રિટીઓ લાલબાગચા રાજાના દર્શન માટે પહોંચી રહ્યા છે. તાજેતરમાં જાણીતા અભિનેતા અનુપમ ખેર પણ ભગવાન ગણેશના આશીર્વાદ માટે લાલબાગચા રાજાના પંડાલમાં પહોંચ્યા. ખાસ વાત એ રહી કે તેમણે કોઈ VIP વ્યવસ્થા વગર સામાન્ય ભક્તોની જેમ દર્શન કર્યા.

આ સમાચાર પણ વાંચો : Nikki Tamboli: આ બીમારીની ઝપેટમાં આવી બિગ બોસ 14 ફેમ નીક્કી તંબોલી, સોશિયલ મીડિયા પર આપી માહિતી

અનુપમ ખેરે શેર કર્યા દર્શનના ફોટા અને વીડિયો

અનુપમ ખેરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર દર્શન દરમિયાનના ફોટા અને વીડિયો શેર કર્યા છે. પોસ્ટમાં તેમણે લખ્યું: “લાલબાગના રાજાના દર્શનનો સૌભાગ્ય મળ્યો. VIP વ્યવસ્થા વગર ગયો હતો, તો કંઈક ખાસ લાગ્યું.”અનુપમ ખેરે લખ્યું કે “લાખો લોકો આવે છે, છતાં પણ પંડાલમાં જે અનુશાસન અને વ્યવસ્થા છે, એ જોઈને ગર્વ થાય છે. ભક્તોની ભાવનાઓ અતૂટ છે. ગણપતિ બાપ્પા મોરિયા!” તેમના આ સંદેશે અનેક લોકોના દિલ જીતી લીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)


અનુપમ ખેર ટૂંક સમયમાં ‘ધ બંગાળ ફાઈલ્સ’ (The Bengal Files) ફિલ્મમાં મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મ 5 સપ્ટેમ્બરથી રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More