ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑગસ્ટ, 2021
ગુરુવાર
સિરિયલ ‘અનુપમા’માં એક નવો વળાંક આવવાનો છે. ફરી એક વાર દર્શકોને શોમાં ફુલ ઑન ડ્રામા જોવા મળશે. કિંજલના ખુલાસાને કારણે શાહ પરિવાર તેના બૉસ પર ગુસ્સો કરે છે. વનરાજ ધોળકિયાને પીટવાનો પ્લાન બનાવે છે, પરંતુ અનુપમા તેને એમ કહીને રોકે છે કે આટલી નાની સજા તેના માટે યોગ્ય નથી.
આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે કિંજલ નક્કી કરે છે કે તે ધોળકિયાને પાઠ ભણાવશે. કિંજલ તેની માતા રાખી દવેને બધું કહે છે. રાખીને તેના પર ગુસ્સો આવે છે કે તેને આ કામ કરવાની શું જરૂર છે. સમરની સમજાવટ પર રાખી કહે છે કે તે તેના બૉસને પાઠ ભણાવશે. કિંજલ પ્લાન કરે છે કે તે ધોળકિયાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશે, જેથી આપણે પણ બદનામ ન થઈએ અને તેનું પણ સત્ય પકડાઈ જાય. જે બાદ પરિવારના તમામ સભ્યો તેની ઑફિસમાં ધોળકિયાનું બૅન્ડ વગાડવા જાય છે. કિંજલ તેના ગેરવર્તનનો એક વીડિયો બનાવે છે. એ સમયે અનુપમા ધોળકિયાને થપ્પડ પણ મારે છે અને તે નીચે પડી જાય છે. ધોળકિયા અનુપમાને મારવા માટે હાથ ઉગામે છે કે તરત જ વનરાજ તેનો હાથ રોકી લે છે અને તેને ચેતવણી આપે છે કે આવું કરવાનું બિલકુલ ન વિચારે અને ધોળકિયાને એક વાર ફરી તે ધક્કો મારે છે.