Site icon News Continuous Bureau | Mumbai

આવી રીતે ધોળકિયાને પાઠ ભણાવશે કિંજલ, અનુપમા મારશે ધોળકિયાને જોરદાર થપ્પડ; જાણો ‘અનુપમા’ના આવનાર એપિસોડ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 19 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

સિરિયલ ‘અનુપમા’માં એક નવો વળાંક આવવાનો છે. ફરી એક વાર દર્શકોને શોમાં ફુલ ઑન ડ્રામા જોવા મળશે. કિંજલના ખુલાસાને કારણે શાહ પરિવાર તેના બૉસ પર ગુસ્સો કરે છે. વનરાજ ધોળકિયાને પીટવાનો પ્લાન બનાવે છે, પરંતુ અનુપમા તેને એમ કહીને રોકે છે કે આટલી નાની સજા તેના માટે યોગ્ય નથી.

શાહરુખ ખાનની લાડલી સુહાના ખાન બૉલિવુડમાં પ્રવેશ કરવા જઈ રહી છે, કરણ જોહર નહીં; પરંતુ આ વ્યક્તિ કરશે લૉન્ચ

આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે કિંજલ નક્કી કરે છે કે તે ધોળકિયાને પાઠ ભણાવશે. કિંજલ તેની માતા રાખી દવેને બધું કહે છે. રાખીને તેના પર ગુસ્સો આવે છે કે તેને આ કામ કરવાની શું જરૂર છે. સમરની સમજાવટ પર રાખી કહે છે કે તે તેના બૉસને પાઠ ભણાવશે. કિંજલ પ્લાન કરે છે કે તે ધોળકિયાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશે, જેથી આપણે પણ બદનામ ન થઈએ અને તેનું પણ સત્ય પકડાઈ જાય. જે બાદ પરિવારના તમામ સભ્યો તેની ઑફિસમાં ધોળકિયાનું બૅન્ડ વગાડવા જાય છે. કિંજલ તેના ગેરવર્તનનો એક વીડિયો બનાવે છે. એ સમયે અનુપમા ધોળકિયાને થપ્પડ પણ મારે છે અને તે નીચે પડી જાય છે. ધોળકિયા અનુપમાને મારવા માટે હાથ ઉગામે છે કે તરત જ વનરાજ તેનો હાથ રોકી લે છે અને તેને ચેતવણી આપે છે કે આવું કરવાનું બિલકુલ ન વિચારે અને ધોળકિયાને એક વાર ફરી તે ધક્કો મારે છે. 

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version