ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઑગસ્ટ, 2021
ગુરુવાર
સિરિયલમાં ‘અનુપમા’ દર્શકોનો ફેવરેટ શો છે. એટલે જ તે TRPમાં સૌથી આગળ છે. પાખીના ઍન્યુઅલ ફંક્શનને લઈને અનુપમા ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ પાખી તેને તેના ઍન્યુઅલ ફંક્શનમાં જોવા નથી માગતી. આ વાત પાખીએ આખા પરિવારની સામે કહી હતી.
આજનો ‘અનુપમા’નો શો ખૂબ જ ધમાકેદાર થવાનો છે. આવનાર એપિસોડમાં જોવા મળશે કે બાપુજી નિર્ણય લે છે કે કોઈ પણ પાખીની ઇવેન્ટમાં સામેલ નહીં થાય. બાપુજી કહે છે કે પાખીએ અનુપમાનું અપમાન કર્યું છે. પછી કહે છે કે જો કોઈ ફંક્શનમાં સામેલ થશે તો તે પૂરી જિંદગી તેની સાથે વાત નહીં કરે. બાપુજી પાખીને પાઠ ભણાવવા માટે આ બધું કરે છે. જ્યારે પાખીને ડાન્સ દરમિયાન કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેની મદદ કરવા માટે કાવ્યા નહીં, પરંતુ અનુપમા દોડતી આવે છે ત્યાર બાદ પાખીને તેની ભૂલ સમજાશે અને તેની માની માફી માગશે.
ભાવનાઓની ઊથલપાથલ કહાની, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના નવા પ્રોમોમાં આવશે આ મશહૂર અભિનેત્રી; જાણો વિગત
બીજી બાજુ, અનુપમા અને વનરાજને કૅફે અને ડાન્સ એકૅડેમી બચાવવા માટે 20 લાખ રૂપિયાનો બંદોબસ્ત કરવાનો છે. વનરાજ લોન માટે અરજી કરે છે પરંતુ તેને લોન મળતી નથી. અહીં અનુપમાને ડર લાગે છે કે તેની ડાન્સ એકૅડમી બંધ થઈ જશે અને તેનાં બધાં સપનાં દાવ પર લાગેલાં છે.