Site icon News Continuous Bureau | Mumbai

Anupama Actor Jatin Suri: અનુપમા માં આ પાત્ર ભજવનાર અભિનેતા પર લાગ્યો ગર્લફ્રેન્ડ ને બ્લેકમેલ કરવાનો આરોપ!સિરિયલ ના સેટ પર પહોંચી પોલીસ, જાણો શું છે સમગ્ર મામલો

Anupama Actor Jatin Suri: અનુપમા સ્ટારપ્લસ નો નંબર વન શો છે.હવે આ સિરિયલ ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. શોમાં રાજાનું પાત્ર ભજવનાર જતિન સૂરી પર ગર્લફ્રેન્ડ ને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

anupama actor jatin suri accused of blackmail by girlfriend

anupama actor jatin suri accused of blackmail by girlfriend

News Continuous Bureau | Mumbai

Anupama Actor Jatin Suri: લોકપ્રિય ટીવી શો ‘અનુપમા’ ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે શોની વાર્તા ને લઈને નહીં, પણ એક્ટર જતિન સૂરીના કારણે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોના સેટ પર પોલીસ પહોંચી હતી અને જતિન સૂરીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ જતિન ની ગર્લફ્રેન્ડ શૂટિંગ લોકેશન પર પહોંચી અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Operation Sindoor: જય હિન્દ, ભારત ની એર સ્ટ્રાઇક થી બોલિવૂડ માં ઉત્સાહ,ઓપેરેશન સિંદૂર પર બોલિવૂડ સેલેબ્સ એ આપી પ્રતિક્રિયા

શું છે સમગ્ર મામલો?

મીડિયા રિપોર્ટ અનુસાર, શોમાં રાજાનું પાત્ર ભજવનાર જતિન સૂરીની ગર્લફ્રેન્ડ શૂટિંગ દરમિયાન સેટ પર પહોંચી હતી અને તેણે જતિન પર બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેણે પોલીસને સંપર્ક કર્યો અને પોલીસ સેટ પર પહોંચી. બંનેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.જ્યારે જતિન સૂરીને આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે તેણે આ તમામ દાવાઓને ખોટા ગણાવ્યા. તેણે વધુ કંઈ કહેવાનું ટાળ્યું. પ્રોડક્શન હાઉસ અથવા ચેનલ તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી કે કાયદેસર કાર્યવાહી થઈ છે કે નહીં.


‘અનુપમા’  શો વર્ષોથી ટીઆરપી ચાર્ટમાં ટોચ પર રહ્યો છે. શોમાં રૂપાલી ગાંગુલી  મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. હાલમાં શોની વાર્તા અનુપમા અને તેની દીકરી રાહી, માહી અને આર્યન ની આસપાસ ફરે છે. દર્શકોને શોનો નવો ટ્રેક ખૂબ પસંદ આવી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Shah Rukh Khan સલમાનશાહરૂખ ૮ વર્ષ બાદ ફરી એક ફ્રેમમાં સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને આપશે ખાસ મ્યુઝિકલ ટ્રિબ્યુટ
Shweta Tiwari Cockroach in Online Food Order ઓનલાઇન ખાવાનું મંગાવતાં પહેલાં સો વાર વિચારજો! શ્વેતા તિવારીના ફૂડમાંથી નીકળ્યો વાંદો, જુઓ શું બોલી અભિનેત્રી!
Bigg Boss 20 Contestants નાના પડદે મોટો ધમાકો ‘બિગ બોસ ૨૦’ માટે જાણીતા ચહેરાઓનો સંપર્ક, લિસ્ટમાં બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમનું નામ પણ શામેલ
Govinda Sunita Ahuja Divorce સુનિતા આહુજાએ ગોવિંદા સામેની છૂટાછેડાની અરજી પાછી ખેંચી મેનેજરે લીધા આડે હાથ, પૂછ્યું ‘તો પછી કેસ જ કેમ કર્યો?’
Exit mobile version