Anupama: અનુપમા માંથી આ પાત્ર એ લીધી વિદાય,અભિનેત્રી એ જણાવ્યું તેની પાછળ નું કારણ

Anupama: અનુપમા માંથી ઈશાની નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી વિદુષી તિવારીએ આરોગ્ય સમસ્યાઓને કારણે શો છોડવાનો નિર્ણય લીધો

by Zalak Parikh
Anupama Actress Vidushi Tiwari Quits Show Due to Health Issues

News Continuous Bureau | Mumbai 

 Anupama: સ્ટાર પ્લસનો લોકપ્રિય શો ‘અનુપમા’ હાલમાં તેના હાઈ વોલ્ટેજ ડ્રામા માટે ચર્ચામાં છે. સમરની આત્માની એન્ટ્રીથી શોમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. આ વચ્ચે શોમાં ઈશાનીનો રોલ કરનાર અભિનેત્રી વિદુષી તિવારીએ શો છોડ્યો છે. તેણે તાજેતરમાં એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં જણાવ્યું કે આરોગ્ય સમસ્યાઓને કારણે તેને શૂટિંગ છોડવું પડ્યું અને હવે તે લાંબા સમય માટે આરામ લેવાનું પસંદ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Bharti Singh: 41 વર્ષની ઉંમરે બીજીવાર માતા બનશે ભારતી સિંહ, હર્ષ સાથે અનોખા અંદાજ માં શેર કરી ખુશી

લીવર ઇન્ફેક્શનના કારણે શૂટિંગ છોડવું પડ્યું

વિદુષી તિવારીએ જણાવ્યું કે “અંશ અને પ્રાર્થના ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો હતો ત્યારે મારી તબિયત ખૂબ બગડી ગઈ. મને શૂટિંગ વચ્ચે જ છોડવું પડ્યું અને ડોક્ટર પાસે જવું પડ્યું. રિપોર્ટમાં લીવર ઇન્ફેક્શન (Liver Infection) આવ્યું અને ડોક્ટરોએ ઓછામાં ઓછા છ મહિના આરામ કરવાની સલાહ આપી.” વિદુષીએ કહ્યું કે “DKP (Director’s Kut Productions) ની ટીમ ખૂબ સપોર્ટિવ છે. તેઓ સતત મારી તબિયત વિશે પૂછપરછ કરતા રહ્યા. અનુમાએ પણ મને ફોન કર્યો અને શિવમે પણ મારી તબિયત વિશે પૂછ્યું. હું આટલા અદ્ભૂત લોકો સાથે કામ કરીને ખૂબ આભારી છું.”

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


વિદુષી કહે છે કે “હું પ્રોડક્શનને છ મહિના સુધી રાહ જોવડાવવી ન હતી, તેથી શો છોડવાનો નિર્ણય લીધો. આરોગ્ય મારી પ્રાથમિકતા છે અને હું ઈચ્છું છું કે હું સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરીથી કામ શરૂ કરી શકું.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More