News Continuous Bureau | Mumbai
Rupali ganguly:ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીનો એક વીડિયો ઈન્ટરનેટ પર લોકોના દિલ જીતી રહ્યો છે આ વીડિયો માં રૂપાલી ગાંગુલી આશા ભોંસલે સાથે વાત કરતી જોવા મળી હતી.ક્લિપમાં રૂપાલી ગાંગુલી પીઢ ગાયિકા આશા ભોંસલેના ચરણ સ્પર્શ કરતી જોવા મળે છે. તેમજ રૂપાલી અને આશા ભોંસલે એકબીજા સાથે વાત કરતા પણ જોવા મળ્યા હતા.
રૂપાલી ગાંગુલી લાગી આશા ભોંસલે ના પગે
રૂપાલી ગાંગુલી અને આશા ભોસલે બંને 26/11ના હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન રૂપાલી ગાંગુલીએ બ્લેક પ્રિન્ટેડ સાડી પહેરી હતી. તેમજ આશા ભોસલે હંમેશની જેમ તેના આઇકોનિક અવતારમાં જોવા મળી હતી આ દરમિયાન રૂપાલી આશા ભોંસલેના પગને સ્પર્શ કરતી જોવા મળી હતી. ત્યારબાદ બંને એકબીજા સાથે પ્રેમથી વાત કરતા પણ જોવા મળ્યા હતા.
View this post on Instagram
આ દરમિયાન આશા ભોંસલે રૂપાલી ગાંગુલીને કહે છે કે તે કોમેડી ટીવી શો ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ની ફેન છે. આ વીડિયો જોયા બાદ લોકો અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીના વખાણ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ Alia Bhatt Deepfake Video:: AIએ ચિંતા વધારી! રશ્મિકા, કેટરીના બાદ હવે આલિયા ભટ્ટ બની ડીપફેકનો શિકાર, વાયરલ વીડિયો જોઇ ફેન્સ ભડકી ઉઠ્યા