Rupali ganguly:ટીવી ની અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી ની એક હરકતે જીત્યું ચાહકો નું દિલ, આશા ભોંસલે સાથે નો વિડીયો થયો વાયરલ

Rupali ganguly: રૂપાલી ગાંગુલી હાલમાં જ 26/11 મુંબઈ પર થેયલ આતંકવાદી હુમલા ની 15 મી વર્ષગાંઠ નિમિતે યોજાયેલ એક કાર્યક્રમમાં શહીદો ને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી હવે આ ઇવેન્ટ માંથી અભિનેત્રી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
anupama aka rupali ganguly touches fee of asha bhosle

News Continuous Bureau | Mumbai

Rupali ganguly:ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીનો એક વીડિયો ઈન્ટરનેટ પર લોકોના દિલ જીતી રહ્યો છે  આ વીડિયો માં રૂપાલી ગાંગુલી આશા ભોંસલે સાથે વાત કરતી જોવા મળી હતી.ક્લિપમાં રૂપાલી ગાંગુલી પીઢ ગાયિકા આશા ભોંસલેના ચરણ સ્પર્શ કરતી જોવા મળે છે. તેમજ રૂપાલી અને આશા ભોંસલે એકબીજા સાથે વાત કરતા પણ જોવા મળ્યા હતા. 

 

રૂપાલી ગાંગુલી લાગી આશા ભોંસલે ના પગે 

રૂપાલી ગાંગુલી અને આશા ભોસલે બંને 26/11ના હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન રૂપાલી ગાંગુલીએ બ્લેક પ્રિન્ટેડ સાડી પહેરી હતી. તેમજ આશા ભોસલે હંમેશની જેમ તેના આઇકોનિક અવતારમાં જોવા મળી હતી આ દરમિયાન રૂપાલી આશા ભોંસલેના પગને સ્પર્શ કરતી જોવા મળી હતી. ત્યારબાદ બંને એકબીજા સાથે પ્રેમથી વાત કરતા પણ જોવા મળ્યા હતા. 

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


આ દરમિયાન આશા ભોંસલે રૂપાલી ગાંગુલીને કહે છે કે તે કોમેડી ટીવી શો ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ની ફેન છે. આ વીડિયો જોયા બાદ લોકો અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીના વખાણ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચોઃ Alia Bhatt Deepfake Video:: AIએ ચિંતા વધારી! રશ્મિકા, કેટરીના બાદ હવે આલિયા ભટ્ટ બની ડીપફેકનો શિકાર, વાયરલ વીડિયો જોઇ ફેન્સ ભડકી ઉઠ્યા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More