News Continuous Bureau | Mumbai
Anupama: સિરિયલ અનુપમા દર્શકો નો ફેવરિટ શો છે. આ શો ટીઆરપી લિસ્ટ માં હંમેશા ટોપ પર હતો પરંતુ છેલ્લા કેટલાક વખત થી આ શો ની ટીઆરપી નીચે આવી ગઈ છે.દર્શકો ને શો ની વાર્તા પસંદ નથી આવી રહી. શોમાં સતત નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં શોના મેકર્સ અને કલાકારો લોકોનું દિલ જીતવામાં સફળ નથી થઈ રહ્યા.અનુપમા માં પાંચ વર્ષ નો લિપ આવ્યો છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માં બાપુજી નું પાત્ર ભજવી રહેલા અભિનેતા અરવિંદ વૈદ્ય શો માં લાંબા સમય સુધી જોવા નહીં મળે અને તેનું કારણ પણ સામે આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Anupama: અનુપમા માં થશે વધુ એક બાળ કલાકાર ની એન્ટ્રી! સિરિયલ માં ભજવશે આ ભૂમિકા
અનુપમા માં નહીં જોવા મળે બાપુજી
સિરિયલ અનુપમા માં બાપુજી નું પત્તર ભજવી રહેલા અભિનેતા અરવિંગ વૈદ ની તબિયત સારી નથી.તેમની નાદુરસ્ત તબિયતના કારણે ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. આ કારણોસર બાપુજી ને શૂટિંગમાંથી બ્રેક લેવો પડ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, અરવિંદ વૈદ્યનું તાજેતરમાં ઓપરેશન થયું છે. તેમને પેસમેકર લગાવવામાં આવ્યું છે. જ્યારે હૃદય યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે પેસમેકરની જરૂર પડે છે. પેસમેકર ઇન્સ્ટોલ કર્યા પછી, ડોકટરો તેની કામગીરી તપાસવા માટે તેને ઘણી વખત તપાસે છે. આ કારણે ડોક્ટરોએ બાપુજી એટલે કે અરવિંદ વૈદ્યને આરામ કરવાની સલાહ આપી છે. આ માહિતી આપતા, અભિનેતાએ પોતે કહ્યું કે તે થોડા દિવસો સુધી શૂટિંગ પર પાછા ફરી શકશે નહીં.