News Continuous Bureau | Mumbai
Anupama: અનુપમા દર્શકો નો ફેવરિટ શો છે. આ શો માં અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. આ સિરિયલ માં 5 વર્ષ નો લિપ આવ્યો છે. લિપ બાદ સિરિયલ ની સ્ટોરી થી લઇ ને સ્ટારકાસ્ટ માં ફેરફાર આવ્યો છે. ઘણા કલાકારો એ શો ને અલવિદા કીધું છે તો ઘણા નવા કલાકારો ની શો માં એન્ટ્રી પણ થઇ છે. સિરિયલ અનુપમા માં પાખી ની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી મુસ્કાન બામને ની જગ્યા એ અભિનેત્રી ચાંદની ભગવાનાની આ ભૂમિકા ભજવશે તેમજ શો માં પાખી ની દીકરી પણ બતાવવામાં આવશે.જેની ભૂમિકા બાળકલાકાર આધ્યા બારોટ ભજવશે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17 Ankita lokhande: અંકિતા લોખંડે ને નહોતું પસંદ આવ્યું સુશાંત સિંહ રાજપૂત નું આ કામ, બિગ બોસ ના ઘરમાં ફરી શેર કર્યો અભિનેતા સાથે જોડાયેલો કિસ્સો
અનુપમા માં થશે પાખી ની દીકરી ની એન્ટ્રી
મીડિયા રિપોર્ટ મુજબ, સિરિયલ ‘ઉડાન’માં સાનવીનું પાત્ર ભજવનાર આધ્યા બારોટ હવે પાખીની પુત્રી તરીકે જોવા મળશે. ‘ઉડાન’ સિવાય, આધ્યાએ ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’, ‘હરફૂલ મોહિની’ અને ‘ઇશ્કબાઝ’ જેવી ઘણી લોકપ્રિય સીરિયલ્સમાં કામ કર્યું છે. હવે આધ્યા પાખી ની દીકરી ની ભૂમિકામાં જોવા મળશે. હવે પાખી ની દીકરી ની એન્ટ્રી સિરિયલ માં શું નવા વળાંક લાવશે એ તો આવનાર એપિસોડમાં જ જોવા મળશે.