Site icon

સિરિયલ અનુપમા માં દર્શકો માટે બાને સહન કરવું બન્યું મુશ્કેલ, તેની હરકત જોઈને લોકોએ ટ્વિટર પર આપ્યો ઠપકો

ટીવી સિરિયલ ‘અનુપમા’ માં રોજેરોજ નવો હંગામો જોવા મળે છે અને વાર્તા માં લગભગ દરેક લડાઈ બાના કારણે થાય છે. છેલ્લા એપિસોડ માં, બાનો ગુસ્સો ડિમ્પી પર ફાટી નીકળ્યો હતો, જે પછી લોકો હવે આ પાત્રને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.

anupama fans furious on baa

સિરિયલ અનુપમા માં દર્શકો માટે બાને સહન કરવું બન્યું મુશ્કેલ, તેની હરકત જોઈને લોકોએ ટ્વિટર પર આપ્યો ઠપકો

News Continuous Bureau | Mumbai

ટીવી સીરિયલ ‘અનુપમા’ દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. આ સિરિયલમાં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે. સિરિયલમાં મોટી સ્ટાર કાસ્ટ છે અને દરેક ની પોતાની સમસ્યાઓ બતાવવામાં આવી છે પરંતુ વાર્તામાં બા દરેકના જીવનમાં પ્રવેશવા નો પ્રયાસ કરે છે. ભૂતકાળમાં, બા અનુજ અને અનુપમાને ખરી ખોટી સંભળાવતા   હતા. પરંતુ હવે છેલ્લા એપિસોડ માં તે સમર અને ડિમ્પી ને ગમે તેમ બોલતી જોવા મળી હતી. અનુપમા માં સમર અને ડિમ્પી ની નિકટતા દેખાઈ રહી છે. સમરે ડિમ્પી પ્રત્યેના તેના પ્રેમની કબૂલાત કરી છે પરંતુ તે તેના ભૂતકાળને કારણે આગળ વધવામાં અચકાય છે. બીજી તરફ, છેલ્લા એપિસોડ માં બાએ ડિમ્પી ને ઘણી ખરી ખોટી સંભળાવી, જેના પછી લોકો ગુસ્સે થયા.

Join Our WhatsApp Community

અનુપમા માં બા ડિમ્પી પર ગુસ્સે થઈ ગયા

વાસ્તવ માં, રવિવારના એપિસોડમાં જોવા મળ્યું હતું કે શાહ પરિવાર અને અનુજ કાપડિયાનો પરિવાર એક જ કાર્યક્રમમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવી રહ્યો છે. અહીં સમર ડિમ્પી સાથે હૃદયના આકાર નો પતંગ લાવે છે, જેને બાએ જોયો અને તે બંનેને ઠપકો આપે છે. એટલું જ નહીં, તે એમ પણ કહે છે કે આવી છોકરી ને અમારા ઘરમાં એન્ટ્રી નહીં મળે. આ પછી, બા અને અનુપમા વચ્ચે થોડી દલીલ થાય છે. તે જ સમયે, હવે યુઝર્સ સોશિયલ મીડિયા પર બાને ઠપકો આપી રહ્યા છે.લોકોને તેમની આવી વાતો પસંદ નથી આવી, જેના કારણે બાની ખરાબ વિચારસરણીને નિશાન બનાવવામાં આવી છે.

અનુપમા માં સાથે આવશે સમર અને ડિમ્પી 

અનુપમાના આગામી એપિસોડમાં એ પણ જોવા મળશે કે અનુપમા પોતે ડિમ્પી ને સમજાવતી જોવા મળશે. આ દરમિયાન, તે તેને કહેશે કે વડીલો ભલે ખોટા હોય, તમે તેમની સાથે ખરાબ વર્તન ન કરી શકો. ડિમ્પી પણ અનુપમા ની વાત પ્રેમથી સાંભળે છે. જો કે, આ બધાની વચ્ચે, હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું સિરિયલ અનુપમા માં સમર અને ડિમ્પી એક થશે? બંનેને એકબીજા માટે લાગણી છે પરંતુ ડિમ્પી તેના ભૂતકાળને કારણે સમર સાથે રહેવા માંગતી નથી.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version