News Continuous Bureau | Mumbai
ટીવી શો ‘અનુપમા’માં દરરોજ આપણને કોઈને કોઈ ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે. ચાહકો આ શો જોવાનું પસંદ કરે છે. હાલમાં જ અનુપમાની ભાભી બરખાનું પાત્ર ભજવતી આશ્લેષા સાવંતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક ખતરનાક કરતબ કરી રહી છે. અભિનેત્રી આશ્લેષા સાવંત તેના સોશિયલ મીડિયા પર કંઈકને કંઈક પોસ્ટ કરે છે, જે ચાહકો દ્વારા પસંદ કરવામાં આવે છે.
અનુપમા ની બરખા ભાભી એ શેર કર્યો વિડીયો
બરખા ભાભી ઉર્ફે આશ્લેષા સાવંત દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં તે સ્ટંટ કરતી જોવા મળી રહી છે. આશ્લેષા સાવંત આ ખતરનાક પરાક્રમ ખૂબ જ સરળતાથી કરી રહી છે. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વિડિયો પોસ્ટ કરતાં બરખા ભાભીએ લખ્યું છે- હું ચોક્કસપણે તેને પછીથી ડિલીટ કરીશ. આ વીડિયોમાં તેણે પિંક કલરની સાડી પહેરી છે. ટિપ્પણી કરતી વખતે ગૌરવ ખન્નાએ લખ્યું છે, વાહ યાર… તે બિલકુલ ખરાબ નથી. જયારે અંકિત મોહને લખ્યું કે મારે પણ શીખવું છે. એકે લખ્યું છે કે તેને ડિલીટ કરશો નહીં.
View this post on Instagram
અનુપમા નો ટ્રેક
સિરિયલ અનુપમા માં તમે અત્યાર સુધી જોયું હશે કે મકરસંક્રાંતિના અવસર પર ‘માયા’ અનુજ કાપડિયા અને અનુપમાને મળે છે અને કહે છે કે તે છોટી અનુની અસલી માતા છે. આ જાણીને અનુપમા અને અનુજ ના પગ નીચેથી જમીન સરકી જાય છે. તેઓ માયા ની વાત સાચી માનતા નથી. ગભરાયેલા અનુજ અને અનુપમા નાની અનુ ને ઘરે લઇ આવે છે.હવે જોવાનું એ રહેશે કે માયા નાની અનુ ને પોતાની સાથે લઇ જવામાં સફળ થાય છે કે નહીં.