News Continuous Bureau | Mumbai
Anupama: સિરિયલ અનુપમા માં હાઈવોલ્ટેજ દ્રામાં જોવા મળી રહ્યો છે. સિરિયલ માં પાંચ વર્ષ નો લિપ આવ્યો છે. લિપ બાદ શો માં નવા કલાકારો ની એન્ટ્રી થઇ છે. સિરિયલ માં અનુજ પોતાની જિંદગી માં આગળ વધી ગયો છે તેને શ્રુતિ સાથે સગાઇ કરી લીધી છે અને બંને આધ્યા સાથે લીવઇન માં રહે છે. બીજી તરફ અનુપમા પણ અમેરિકા પહોંચી ગઈ છે. અને તે યશપાલ ના કેફે માં નોકરી કરે છે હવે એવા સમાચાર છે કે સિરિયલ ના નિર્માતા અનુપમાના પ્રેમી તરીકે ટીવી એક્ટર વકાર શેખ ને લાવી રહ્યા છે.
અનુપમા માં થઇ વકાર શેક ની એન્ટ્રી
મીડિયા રિપોર્ટ મુજબ વકાર શેખ અનુપમા સિરિયલમાં દીપુ નામનું પાત્ર ભજવતો જોવા મળશે. જો કે, અભિનેતાના પાત્રની વિગતો હજુ સુધી સંપૂર્ણ રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ દાવો કરવામાં આવે છે કે તે શોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ મુજબ અનુપમા અને દીપુની મુલાકાત ખૂબ જ શાનદાર રીતે થશે. અનુપમા તેના બોસ યશપાલના ઘરે લોહરી તહેવાર ઉજવવા જઈ રહી છે, જ્યાં તે દીપુને મળશે. તમને જણાવી દઈએ કે વકાર શેખ સિરિયલ કુબૂલ હૈ, પ્રધાન મંત્રી જેવા શો માં જોવા મળી ચુક્યો છે.
આ સમાચાર પણ વાંચો : Jaya bachchan: ઇરા અને નૂપુર ના રિસેપશન માં ફરી જોવા મળ્યું જયા બચ્ચન નું આકરું વલણ, પાપારાઝી ને આપી આવી સલાહ