News Continuous Bureau | Mumbai
Anupama: સિરિયલ અનુપમા માં અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સિરિયલ અનુપમા માં 5 વર્ષ નો લિપ આવ્યો છે. લિપ બાદ શો ની સ્ટારકાસ્ટ માં ઘણા ફેરફાર થયા છે. ઘણા કલાકારો એ શો ને અલવિદા કહી દીધું છે તો ઘણા નવા કલાકારો ની એન્ટ્રી પણ થઇ છે. શો ની જૂની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો શો માં અનુપમા ની દીકરી પાખી નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી મુસ્કાન બામને એ શો ને અલવિદા કહી દીધું છે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ સમાચારની પુષ્ટિ કરી છે.
અનુપમા માં માંથી પાખી એટલેકે મુસ્કાન બામને એ લીધી વિદાય
સિરિયલ અનુપમા માં પાખી ની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી મુસ્કાન બામને એ શો માંથી વિદાય લીધી છે. સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરતા અભિનેત્રીએ શોથી અલગ થવાની પુષ્ટિ કરી છે. મુસ્કાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી નોટ શેર કરતા લખ્યું છે કે, ‘જેમ કોઈ બીજ જમીન સાથે જોડાઈને પાણી, હવા અને પ્રકાશના રક્ષણ હેઠળ અંકુરિત થાય છે અને ધીમે ધીમે એક દિવસ તે વિશાળ બહુહેતુક વૃક્ષ બની જાય છે, બિલકુલ એવી જ મારી સ્થિતિ છે, આજે હું જે કંઈ પણ છું, તમારા સમર્થન, આશીર્વાદ અને પ્રેમને કારણે જ હું આ સારી સ્થિતિમાં છું.અનુપમાના સેટ પરના પહેલા દિવસથી લઈને આજ સુધી, મારી પાસે તમામ સિનિયર સ્ટાર કલાકારો સાથેની સોનેરી યાદો છે, મેં દરેક ક્ષણે તમારા બધા પાસેથી, દાદા-દાદી, મમ્મી-પપ્પા પાસેથી… રીલથી રિયલ સુધી ઘણું શીખ્યું છે. વાસ્તવિક દેખાતો સ્ટાર પરિવાર મારી નજર સામે સતત ફરતી રહે છે. આશા છે કે તમારો પ્રેમ અને આશીર્વાદ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.આપ સૌની પાખી.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, મુસ્કાન ના શો છોડતા ની સાથે જ મેકર્સે એક નવી પાખી પણ શોધી લીધી છે. હવે અનુપમામાં પાખીની ભૂમિકા ચાંદની ભગવાનાની ભજવશે.
આ સમાચાર પણ વાંચો : Fighter song: રિતિક રોશન અને દીપિકા પાદુકોણે લગાવી પાણીમાં આગ, ફાઈટર નું બીજું ગીત જોઈ લોકો ને આવી બેશરમ રંગ ની યાદ,જુઓ વિડીયો