Anupama update: રૂપાલી ગાંગુલી ના શો માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી, અનુપમા અને રાહી ના જીવનમાં આવશે તોફાન

Anupama update: અનુપમા માં હાલ રાહી અને પ્રેમ ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે હવે આ સિરિયલ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રૂપાલી ગાંગુલી ના શો માં વધુ એક કલાકાર ની એન્ટ્રી થવાની છે.

by Zalak Parikh
anupama rahi biological father rudra entry in rupali ganguly show

News Continuous Bureau | Mumbai

Anupama update: અનુપમા સ્ટારપ્લસ ની નંબર વન સિરિયલ છે. આ શો વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. અનુપમા માં હાલ રાહી અને પ્રેમ ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે. બંને ના લગ્ન ની તૈયારીઓ પણ શરૂ થઇ ગઈ છે જેમાં શાહ પરિવાર અને કોઠારી પરિવાર વચ્ચે નોકઝોક પણ જોવા મળી રહી છે. હવે આ સિરિયલ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રૂપાલી ગાંગુલી ના શો માં વધુ એક કલાકાર ની એન્ટ્રી થવાની છે.

આ સમાચાર પણ વાંચો: Katrina kaif Mahakumbh 2025: વિકી કૌશલ બાદ હવે કેટરીના કૈફ એ પણ મહાકુંભ માં લગાવી આસ્થા ની ડૂબકી, સાસુમા ની આ રીતે સંભાળ લેતી જોવા મળી અભિનેત્રી

અનુપમા માં થશે વધુ એક કલાકાર ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ અનુપમા માં રાહી ના અસલી પિતા ની એન્ટ્રી થવાની છે જે અનુપમા અને રાહી ના જીવન માં તોફાન લઈને આવશે. આવનાર ટ્રેક માં જોવ મળશે કે, રાહી અને પ્રેમના લગ્ન નજીક આવતાં, અનુપમા એક મંદિરમાં જાય છે અને પૂજારી સાથે વાત કરે છે. પ્રાર્થના કરતી વખતે તે રાહી ની ખુશીની કામના કરતી વખતે, તેણીના હાથમાં પ્રસાદ હોય છે. અહીં રુદ્ર તેના રસ્તામાં આવે છે અને તેની સાથે અથડાય છે, જેના કારણે તેનો પ્રસાદ નીચે પડી જાય છે. આ રુદ્ર બીજું કોઈ નહિ પરંતુ રહી ના અસલી પિતા છે.


રાહી ના અસલી પિતા ની એન્ટ્રી થી રાહી ના અને અનુપમા ના જીવન માં શું મુશેક્લી આવશે તેના માટે તો તમારે અનુપમા નો આવનાર એપિસોડ જ જોવો પડશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More