News Continuous Bureau | Mumbai
Anupama: અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. આ સિરિયલ માં અનુપમા ના બાળકો તેને નફરત કરે છે. અનુપમા ના ચારેય છોકરાઓમાં ફક્ત એક જ છોકરો એવો હતો જે અનુપમા ને ખુબ પ્રેમ કરતો હતો તે હતો સમર. હવે સિરિયલ માં સમર ના પાત્ર ને મારી નાખવામાં આવ્યો છે અને અહીં જ સમર નું પાત્ર ભજવી રહેલા અભિનેતા સાગર પારેખ ની શોમાંથી એક્ઝિટ થઇ હતી. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે અનુપમા માં સમર એટલેકે સાગર પારેખ ની વાપસી થઇ રહી છે. હવે આ મામલે સાગર પારેખ એ પ્રતિક્રિયા આપી છે.
આ સમાચાર પણ વાંચો : Suhana Khan: શાહરુખ ખાન ને દીકરી પર થયો ગર્વ, સુહાના ખાને તેની કમાણી નું કર્યું ઇન્વેસ્ટમેન્ટ, અલીબાગ માં અધધ આટલા કરોડ ની ખરીદી પ્રોપર્ટી
અનુપમા માં વાપસી ને લઈને સાગર પારેખે જણાવી હકીકત
મીડિયા રિપોર્ટ મુજબ સાગર પારેખે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જો તેને ‘અનુપમા’ શોમાં બોલાવવામાં આવશે અને તેનું પાત્ર નવું હશે તો તે જશે. હવે જ્યારે સાગર પારેખને સમર ની વાપસી ના સમાચાર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ‘હા, મેં આ સમાચાર વાંચ્યા હતા. જ્યારે તે સમાચાર મારા સુધી પહોંચ્યા, ત્યારે મને થોડું આશ્ચર્ય થયું કે મને ખરેખર ખબર નહોતી. હું શોમાં પરત ફરવા માંગુ છું પરંતુ નવા પાત્ર સાથે. જો મને શોમાંથી કોઈ અલગ પાત્રની ઓફર મળશે તો હું ચોક્કસ તે કરવા માંગીશ. મને તે શોથી ઓળખ મળી છે અને તે મારી કારકિર્દીને આગળ લઈ જઈ શકે છે. મને આ શોમાંથી ઘણું મળ્યું છે અને હું ફરીથી તેમાં જોડાવા માંગુ છું.’
