ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
અનુપમાના ઘરમાં ડ્રામા ન હોય એવું કદી બન્યું છે? અનુપમાના જીવનમાં પહેલાંથી મુસીબતો ઓછી હોય એમ બીજી નવી મુસીબત આવી ગઈ છે. અનુપમાના ફેન્સને જાણીને શૉક લાગશે કે અનુપમા કૉમ્પિટિશન હારી જવાની છે. એ પણ આટલું સરસ પર્ફોર્મન્સ આપ્યા પછી પણ. અત્યાર સુધી તમે જોયું કે કાવ્યા અનુપમાને છેલ્લે સુધી ચૅલેન્જ કરતી હોય છે કે તે તેને હરાવી દેશે. અનુપમાની ટીમનો ડાન્સ જોઈને પાખી હેરાન થઈ જાય છે. આ બધાની વચ્ચે એક મોટો ડ્રામા થશે, કેમ કે કાવ્યા પાખીને દગો આપીને ભાગી ગઈ છે. તે તેની સાથે ડાન્સ નથી કરવાની. તમને એવું લાગતું હશે કે પાખીની સ્ટેજ ઉપર મજાક થવી નક્કી છે, પરંતુ તેને બચાવવા માટે અનુપમા આગળ આવશે. આ વખતે તે પાખીને એકલી નહીં છોડે. આ વખતે તે પાખીની અલગ રીતે મદદ કરશે. જ્યાં અનુપમાએ નિર્ણય કર્યો કે આ વખતે તે પાખીને નિરાશ નહીં કરે. હવે એક વાર ફરી એવો મોકો આવશે જ્યાં અનુપમાએ પાખીને દુઃખી કરવી પડશે. સાથે જ અનુપમા એવું નહીં ઇચ્છે કે પાખી હારી જાય. આની વચ્ચે તેને એક તરકીબ સૂઝશે. પાખીનો કૉન્ફિડન્સ વધારવા માટે તે પાખીને ગુસ્સો અપાવશે. અનુપમાની વાત સાંભળીને પાખી ગુસ્સામાં લાલ થઈ જશે.
ટીવી જગતથી આવ્યા ખરાબ સમાચાર; આ દિગ્ગજ અભિનેતા નું થયું નિધન
પરેશાન પાખી નિર્ણય કરશે કે તે એકલી ડાન્સ કરીને બધાને બતાવી દેશે. હવે જોવું દિલચસ્પ રહેશે કે અનુપમા કઈ રીતે પાખીનો કૉન્ફિડન્સ પાછો લાવશે.
