Site icon

અનુપમા પતિ અનુજ માટે છોડશે પુત્ર નો સાથ, આ મુસીબત ના સમય માં એકલો પડી ગયો વનરાજ ,શું અનુપમા વગર મુશ્કેલી નો સામનો કરી શકશે શાહ પરિવાર?

અનુપમાના શાહ પરિવારમાં મુસીબત ચાલી રહી છે અને કાપડિયા પરિવારમાં પ્રેમ ખીલી રહ્યો છે. અનુપમાએ મન બનાવી લીધું છે કે તે પોતાની અને અનુજની વચ્ચે કોઈને આવવા નહીં દે.

anupama spoiler alert: anupama will not help paritosh for anuj and vanraj is alone in difficult time

અનુપમા પતિ અનુજ માટે છોડશે પુત્ર નો સાથ, આ મુસીબત ના સમય માં એકલો પડી ગયો વનરાજ ,શું અનુપમા વગર મુશ્કેલી નો સામનો કરી શકશે શાહ પરિવાર?

News Continuous Bureau | Mumbai

‘અનુપમા’ના ( anupama  ) નિર્માતાઓએ શોને હિટ બનાવવા માટે એક નવી વાર્તા બનાવી ( spoiler alert ) છે. અગાઉ આ શોમાં શાહ પરિવાર અને કાપડિયા પરિવાર બંનેમાં સમાન વાતાવરણ હતું, પરંતુ હવે એક જ સિરિયલમાં બે અલગ-અલગ વાર્તાઓ ચાલી રહી છે. એક તરફ જ્યાં શાહ પરિવારમાં મુશ્કેલીના વાદળો છવાયેલા છે તો બીજી તરફ કાપડિયા પરિવારમાં રોમાન્સ બહાર આવ્યો છે. આગામી એપિસોડની વાત કરીએ તો વાર્તામાં ફરી એકવાર નવો ટ્વિસ્ટ આવવાનો છે. જેમાં દર્શકોને અનુપમાનું બદલાયેલું રૂપ જોવા મળશે. અનુપમા અને અનુજ તેમના મિત્રો ધીરજ અને દેવિકા સાથે સ્કૂટી રાઈડ માટે ગયા હતા જ્યાં અનુપમા-અનુજ વચ્ચેનું અંતર પણ સમાપ્ત થઈ જાય છે અને બંને ફરી એકવાર નવેસરથી શરૂઆત કરે છે.

Join Our WhatsApp Community

શરૂ થશે ધીરજ દેવિકા ની લવ સ્ટોરી

આ એપિસોડ અનુપમા-અનુજના ચાહકો માટે ટ્રીટ જેવો હશે. અનુપમાના ઘરમાં બધું બરાબર ચાલી રહ્યું છે અને હવે ધીરજ-દેવિકાની નવી વાર્તા પણ શરૂ થઈ રહી છે. ધીરજ દેવિકાને પ્રભાવિત કરવાનો પૂરો પ્રયાસ કરે છે પરંતુ દેવિકા દરેક વખતે તેની મજાક ઉડાવે છે. ધીરજ-દેવિકા માટે અનુજ કહે છે કે દરેક લવ-સ્ટોરી આ રીતે શરૂ થાય છે.

પરિતોષ ની હરકતો થી પરેશાન છે શાહ પરિવાર

તોશુની હરકતો થી શાહ પરિવાર માં વિચિત્ર વાતાવરણ સર્જાય છે, વનરાજ અને ઘરના બાકીના સભ્યો પરિતોષ ને શાંત કરવાનો પ્રયાસ કરે છે અને તેને જયંતિભાઈ ના પૈસા પરત કરવા કહે છે. તોશુ કહે છે કે તેણે તમામ પૈસા ખર્ચી નાખ્યા છે. પરિતોષ ની આ વાત સાંભળીને વનરાજ ગુસ્સે થઈ જાય છે. આ પછી વનરાજ પોતે જયંતિભાઈ ને તેના પૈસા આપવાનું વિચારે છે પરંતુ જ્યારે તે રૂમમાં જાય છે ત્યારે તેને તેના લોકર ની ચાવી મળતી નથી. જે બાદ વનરાજ કાવ્યાને ફોન કરે છે. જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. કાવ્યા તો કહેશે કે પરિતોષ ને તેના કૃત્ય માટે જેલમાં જવું પડશે, તો જ તે સુધારશે.

આ સમાચાર પણ વાંચો: વધુ એક દિગ્ગ્જ લેખક ની વિદાય, લાંબી બીમારી બાદ 62 વર્ષ ની વયે થયું આ લેખકે નુંનિધન,ફિલ્મ આઈ એમ કલામ માટે મળ્યો હતો શ્રેષ્ઠ વાર્તા નો એવોર્ડ

શું અનુપમા વગર શાહ પરિવાર કરશે આ મુશ્કેલી નો સામનો

કાવ્યા વનરાજ સાથે વાત કરી રહી છે જ્યારે તેના બોસ મોહિત પાછળથી આવે છે અને તેને જલ્દી કોલ સમાપ્ત કરવાનું કહે છે. જે પછી વનરાજ અને મોહિત એકબીજા સાથે લડે છે અને કાવ્યા બધાની સામે અપમાનિત થાય છે. તે જ સમયે જયંતિભાઈ ઘરે આવે છે અને પૈસાની વાત કરવા લાગે છે. ‘અનુપમા’ના આગામી એપિસોડ્સમાં તમે જોશો કે જયંતિભાઈ પરિતોષના પૈસા માટે અનુજ કાપડિયાને ફોન કરે છે જ્યાં કૉલ આવ્યા પછી અનુપમા કહે છે કે તમે પરિતોષ વિરુદ્ધ જે કરવા માંગો છો તે કરો મારા પતિ તમારી અને પરિતોષની વચ્ચે નથી. એક વાત સ્પષ્ટ છે કે અનુપમા એ મન બનાવી લીધું છે કે તે પરિવારના સભ્યોને તેની અને અનુજ ની વચ્ચે આવવા દેશે નહીં. જોવાનું રહેશે કે શાહ પરિવાર આ મોટી સમસ્યા નો કેવી રીતે સામનો કરે છે.

Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Exit mobile version