News Continuous Bureau | Mumbai
છેલ્લા કેટલાક દિવસોથી રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, સુધાંશુ પાંડે સ્ટારર ટીવી શો 'અનુપમા' (Anupama)માં સતત ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળી રહ્યા છે.જેવા કે અનુજનો એક્સિડન્ટ, પ્રોપર્ટી કાવતરું અને પાખી-અધિક નું અફેર વગેરે વગેરે પરંતુ આ બધું મેકર્સ માટે કામ ના લાગ્યું. સોશિયલ મીડિયા પર શોની સતત ટ્રોલિંગ(trolling) પછી, ગયા અઠવાડિયે શો લાંબા સમય પછી ટીઆરપી લિસ્ટમાં(TRP list) નંબર 1 થી સરકીને નંબર 2 પર આવી ગયો છે. પરંતુ હવે એવું લાગે છે કે મેકર્સે શોમાં એ જ ટ્વિસ્ટ લાવવાની યોજના બનાવી છે જ્યાંથી શો શરૂ થયો હતો. હા! આ શોની શરૂઆત વનરાજ અને કાવ્યાના એક્સ્ટ્રા મેરિટલ અફેરથી(extra marital affair) થઈ હતી, હવે વનરાજના પુત્ર પરિતોષ દ્વારા આ જ વાર્તાનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે.
આજે ટેલિકાસ્ટ થવા જઈ રહેલા એપિસોડમાં ઘર ની દરેક વ્યક્તિ નામકરણની વિધિમાં વ્યસ્ત જોવા મળશે. પરંતુ આ દરમિયાન વિસ્ફોટ થશે જ્યારે અનુપમાને પારિતોષ એટલે કે તોશુ ના મોબાઈલ પર કોઈ નો ફોન (call)આવશે., અનુપમા એ ફોનઉપાડતા જ એક છોકરીનો અવાજ આવશે. આ અવાજ તોશુની ગર્લફ્રેન્ડનો(girlfriend) હશે, જે તેને મળવા રાજકોટથી અમદાવાદ(Ahmedabad) આવી છે.હવે આ ટ્વિસ્ટ(twist) પછી જોવાનું એ રહેશે કે વનરાજ અને કાવ્યાએ અનુપમા સાથે જે કર્યું હતું, એટલે કે જો તેને તેના જ ઘરમાં સૌતાન સાથે રહેવું પડ્યું તો શું કિંજલની પણ આવી જ હાલત થશે? કિંજલના જીવનમાં પણ કોઈ કાવ્યા હશે? સોશિયલ મીડિયા પર પણ સ્ટોરીના આ વળાંકને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : ફાઈનલી- મળી ગયા નવા તારક મહેતા- હવે આ એક્ટર બનશે જેઠાલાલના ફાયરબ્રિગેડ
જો કે, એવું લાગે છે કે આ સંવેદનશીલ ક્ષણમાં અનુપમા તેની પુત્રવધૂ કિંજલ ની સાથે ઉભેલી (support)જોવા મળશે. તે પારિતોષ ને સખત ઠપકો આપશે અને કિંજલને ટેકો આપશે. તે સમગ્ર શાહ હાઉસની સામે વનરાજ અને તેના પુત્રને શિષ્ટાચારનો પાઠ સંભળાવશે.ગમે તે હોય, પણ નિર્માતાઓએ તેમના ચાહકોને સીરીયલ તરફ આકર્ષિત રાખવા માટે વાર્તાને ફરીથી મનોરંજક(entertainment) બનાવી છે તે ચોક્કસ છે. આ સાથે શોમાં તોશુની ગર્લફ્રેન્ડના રોલમાં અન્ય એક એન્ટ્રીની પણ આશા રાખવામાં આવી રહી છે.