News Continuous Bureau | Mumbai
Anupama spoiler: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘અનુપમા’ માં એક પછી એક ધમાકેદાર ટ્વિસ્ટ આવી રહ્યા છે. રૂપાલી ગાંગુલી દ્વારા અભિનિત અનુપમાના જીવનમાં મુશ્કેલીઓનો વરસાદ થતો રહે છે. હાલમાં શોમાં અનુપમા પરિવાર સાથે વેકેશન પર છે, જ્યાં રાહી સાથે થયેલી છેડછાડની ઘટના બાદ અનુપમાએ શખ્સને ઠપકો આપ્યો છે.
સમર જીવિત? અનુપમાને લાગશે ઝટકો
આગામી એપિસોડમાં અનુપમાને સમર જીવિત જોવા મળશે, જેની મૃત્યુ બાદ હવે અચાનક સામે આવી રહ્યો છે. સમર અનુપમાને કહેશે કે તેની મૃત્યુ માટે અનુજ જવાબદાર નથી. સાથે જ તે ખુલાસો કરેશે કે ડિંપી સિવાય પણ તે બીજા કોઈને પ્રેમ કરતો હતો અને તેનું એક સંતાન પણ છે. અનુપમા આ વાત સાંભળીને હેરાન થઈ જશે અને સમરના બાળકની શોધ શરૂ કરશે. શરૂઆતમાં તેને વિશ્વાસ નહીં આવે, પણ પછી તે આ સત્ય પરિવાર સામે ખુલ્લું કરશે. શાહ હાઉસમાં આ વાતથી મોટો વિવાદ ઊભો થશે.
વેકેશન દરમિયાન એક અકસ્માત થશે જેમાં પ્રાર્થના પોતાનું બાળક ગુમાવશે. આ ઘટનાને લઈને ફરી એકવાર પરિવાર અનુપમાને દોષી ઠેરવશે અને તેની સામે નફરત વ્યક્ત કરશે. ફરીએકવાર અનુપમા ને કારણે શાહ અને કોઠારી પરિવાર આમને સામને આવશે.