Site icon

અનુપમાને ધક્કા મારીને કરવામાં આવશે ઘરની બહાર, પૂરું થશે કાવ્યાનું સપનું; જાણો ‘અનુપમા’ના આજના એપિસોડ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

અનુપમાની જિંદગીમાં નવી પરેશાનીઓનો સિલસિલો શરૂ જ થયો હતો કે એક મોટી મુસીબત આવી ગઈ. અનુપમાના ફેન્સને જાણીને આઘાત લાગશે કે અનુપમાને શાહ હાઉસમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. અનુપમાના ઘરમાં એવું શું થઈ થયું કે અનુપમાને બેઘર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આવો જાણીએ અનુપમાના આગલા એપિસોડમાં શું થશે?

આવનાર એપિસોડમાં તમે જોશો કે પાખીનાં નાટક ખતમ થવાનું નામ જ નથી લેતાં. અનુપમા આખા મામલાને શાંત કરવાની કોશિશ કરશે, પરંતુ પાખી કોઈ વાત સાંભળવા જ તૈયાર નથી. પારિતોષ પણ ઘર છોડીને જવા માગે છે. અનુપમા તેને સમજાવે છે કે તે ખુશીથી ઘર છોડીને જતો રહે, જ્યારે કિંજલ એક વાર ફરી કહેશે કે તે આ ઘરમાંથી નથી જવા માગતી અને તે પરિવારની સાથે જ રહેવા માગે છે.

અક્ષયકુમારની ફિલ્મ ‘બેલ બૉટમ’માં ઇંદિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળી આ ઍક્ટ્રેસ, નામ જાણીને ચોંકી જશો

કિંજલની વાત સાંભળીને પારિતોષ નારાજ થઈ જાય છે અને ત્યાંથી જતો રહે છે. ઘરના બીજા સદસ્યો પણ પોતાના રૂમમાં જતા રહે છે. અનુપમા અને કાવ્યાની સામે હાથ જોડીને વનરાજ કહેશે કે તેઓ રોજેરોજના ઝઘડાઓને ખતમ કરે. સવારે અનુપમા પૂજા કરે છે, સાથે જ પાખી માટે પણ પ્રાર્થના કરે છે કે  કૉમ્પિટિશનમાં સારો ડાન્સ કરે. કૉમ્પિટિશનથી પહેલાં પાખી કાવ્યાને અનુપમાની વિરુદ્ધમાં ભડકાવે છે. કાવ્યા પહેલેથી જ પાખીની જીતને લઈને ઓવર કૉન્ફિડન્સ છે. તે બધાની સામે અનુપમાને ચીડવશે. કાવ્યાના સૂરમાં પાખી પણ સૂર મેળવશે. એ પણ અનુપમાને આખા પરિવાર સામે નીચી પાડશે. આ બધાની વચ્ચે બાપુજી એક ચોંકાવનારો નિર્ણય લેશે. બાપુજી અનુપમાને ઘરની બહારનો રસ્તો બતાવશે. આ જોવું દિલચસ્પ રહેશે કે અનુપમા આં મુસીબતનો સામનો કેવી રીતે કરશે.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version