Site icon

શું સિરિયલ ‘અનુપમા’ બની રહી છે બોરિંગ? આ કારણોસર કંટાળી રહ્યા છે શોના ચાહકો

 News Continuous Bureau | Mumbai

ટીવી સિરિયલ ‘અનુપમા’ દરેક ઘરના ફેવરિટ સિરિયલ (Anupamaa) માંથી એક છે. ટીઆરપીમાં (TRP) ટોચ પર રહેલા આ શોમાં અભિનેત્રી રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. પરંતુ એવું લાગે છે કે આ શો હવે લોકોને બોર કરી રહ્યો છે. ટીઆરપીમાં હવે આ શો નંબર વન પર નહીં પરંતુ નંબર ટુ (number two) પર આવી ગયો છે. લોકો અવારનવાર તેની પાછળનું કારણ સોશિયલ મીડિયા પર મૂકતા રહે છે. ચાલો તમને જણાવીએ કે લોકો આ શો વિશે શું કહી રહ્યા છે.

Join Our WhatsApp Community

‘અનુપમા’ ટીવી શોમાં અનુપમાનું 5 પેજનું ભાષણ (speech) કોઈને પસંદ નથી. દર્શકો હવે આ વસ્તુથી કંટાળી  ગયા છે. આખો એપિસોડ ઘરની કોઈ વ્યક્તિ ને કંઈક સમજાવીને સમાપ્ત થાય છે.મેકર્સે દરેક પાત્ર માટે અફેર ની સ્ટોરી (affair story) બનાવી છે. માત્ર વનરાજ જ નહીં, અનુપમા, તોશુ, સમર અને પાખીના અફેરની અલગ કહાની પણ બતાવવામાં આવી છે. બીજી કોઈ થીમ ન હોવાના કારણે પણ લોકો કંટાળી રહ્યા છે.પાખી નો એપિસોડ (Pakhi episode) ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. તે સતત પોતાની જીદ પર અડગ રહે છે. જેના કારણે લોકોમાં પાખી પર ગુસ્સો જોવા મળી રહ્યો છે, અને એવું લાગી રહ્યું છે કે પાખી સુધરવાની નથી. આ સાથે જ સિરિયલ ‘અનુપમા’માં સતત થતા ઝઘડાથી (fightings) ફેન્સ પરેશાન છે. દર વખતે જ્યારે કંઈક યોગ્ય થાય છે, ત્યારે લડાઈ ફરી શરૂ થાય છે. તેનાથી ચાહકો કંટાળી ગયા છે.

આ સમાચાર પણ વાંચો:  સતર્ક થઈ જાઓ. મુંબઈના આ 17 વિસ્તારોમાં ઓરીનો રોગચાળો ફાટી નીકળ્યો છે, પ્રભાવિત વિસ્તારોની ઓળખ થઈ ગઈ. બાળકોએ આ લક્ષણોની અવગણના ન કરવી

‘અનુપમા’માં વધુ ટ્વિસ્ટ જોવા મળશે. એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, સિરિયલમાં 2 નવા પાત્રોની એન્ટ્રી (new entry) થવા જઈ રહી છે. આ સીરિયલમાં અભિનેત્રી નિશી સક્સેના અને ઋષભ જયસ્વાલ જોવા મળી શકે છે. જો કે હજુ સુધી આ અંગે સીરિયલના મેકર્સનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. હવે જોવાનું એ રહેશે કે આ નવી એન્ટ્રી થી દર્શકો નું મનોરંજન (entertainment) થશે કે પછી દર્શકો થશે બોર.  એ તો આવનાર એપીસોડ જોઈને જ ખબર પડશે.

 

Akshay Kumar: આરવને અભિનેતા બનતા જોવા માંગે છે અક્ષય કુમાર, પણ પિતાની ઈચ્છા થી અલગ આ કામ કરવા માંગે છે પુત્ર
Jaya Bachchan: દુર્ગા પંડાલમાં કાજોલને જોઈને ખુશ થઇ ગઈ જયા બચ્ચન,બંને નું ખડખડાટ હાસ્ય જોઈને લોકો એ આપી આવી પ્રતિક્રિયા
The Raja Saab Trailer: સંજય દત્ત ના ખૂંખાર લુક સાથે પ્રભાસની હોરર-કોમેડી ‘ધ રાજા સાબ’ નું ટ્રેલર થયું રિલીઝ
Aishwarya Rai Viral Video: પેરિસ ફેશન વીકમાં એશ્વર્યા રાય એ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે વખાણ
Exit mobile version