News Continuous Bureau | Mumbai
Anupama: સિરિયલ અનુપમા માં અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. હવે અનુપમા ની વાર્તા બદલવાની છે એવું કહેવાય છે કે, શો માં લિપ આવાનો છે. આ લિપ પછી અનુજ અને અનુપમા અલગ જોવા મળશે. તો સિરિયલ માં બીજા ઘણા નવા પાત્રો ની એન્ટ્રી થશે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં મનીષ ગોએન્કા નું પાત્ર ભજવી રહેલા અભિનેતા સચિન ત્યાગી ની અનુપમા માં એન્ટ્રી થવાની છે.
અનુપમા માં થશે સચિન ત્યાગી ની એન્ટ્રી
અનુપમા માં બહુ જલ્દી લિપ જોવા મળશે. જેમાં સિરિયલ ની આખી વાર્તા નવો વળાંક લેશે. લિપ બાદ અનુજ અને અનુપમા અલગ થઇ જશે. શો માં ઘણા નવા પાત્રો ની એન્ટ્રી થશે.મીડિયા રિપોર્ટ અનુસાર અનુપમા માં યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં મનીષ ગોએન્કા નું પાત્ર ભજવી રહેલા અભિનેતા સચિન ત્યાગી ની એન્ટ્રી થશે.સિરિયલ સાથે જોડાયેલા સૂત્રોએ મીડિયા ને જણાવ્યું કે ‘અનુપમા અને સચિન ત્યાગી એકબીજા ને અમેરિકા જતા સમયે મળશે. અનુપમા અને સચિન ત્યાગી વચ્ચે ઘણી બધી વાતો થશે અને ઘણા રહસ્યો દર્શકો સામે ખુલશે. અમેરિકા પહોંચ્યા બાદ સચિન અનુપમાને શુભેચ્છા પાઠવશે.’
New Promo….#Anupamaa pic.twitter.com/NpBATxUdIM
— ❤My Love Gaurav Khanna❤ (@lovgauravkhanna) December 13, 2023
સિરિયલ અનુપમા માં લિપ બાદ આખી વાર્તા બદલાઈ જશે. એક તરફ અનુપમા અમેરિકા જશે તો બીજી તરફ અનુજ પણ અમેરિકા માંજ હશે. અનુપમા અમેરિકા માં એક વેટર તરીકે નોકરી કરશે. દરમિયાન અનુજ તેજ રેસ્ટોરન્ટ માં ઓર્ડર આપવા ફોન કરશે જ્યાં અનુપમા કામ કરે છે. અનુજ અનુપમા ને દગો આપી અમેરિકા આવી જશે. તેમજ કેટલાક મીડિયા રિપોર્ટ માં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે અનુજ અનુપમા ને છોડી ને બીજા લગ્ન પણ કરશે.
આ સમાચાર પણ વાંચોઃ Anupamaa: સિરિયલ અનુપમા માં સમર બાદ હવે આ મુખ્ય અભિનેત્રી ની થઇ એક્ઝિટ, ખુદ અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી એ આપી જાણકારી