Site icon

અનુપમા સ્ટાર રુશદ રાણાએ કર્યા સાદગી થી લગ્ન, કાવ્યાના ઓનસ્ક્રીન પતિએ ડેટિંગ એપથી પસંદ કરી કન્યા

અનુપમા એક્ટર રુશદ રાણાએ કેતકી વાલાવલકર સાથે લગ્ન કર્યા છે. બંનેની લવ સ્ટોરી એક ડેટિંગ એપથી શરૂ થઈ હતી.

anupamaa actor rushad rana tie the knot with ketaki walawalkar

અનુપમા સ્ટાર રુશદ રાણાએ કર્યા સાદગી થી લગ્ન, કાવ્યાના ઓનસ્ક્રીન પતિએ ડેટિંગ એપથી પસંદ કરી કન્યા

News Continuous Bureau | Mumbai

ટીવી સિરિયલ ‘અનુપમા’નો (  anupamaa  ) હિસ્સો રહી ચૂકેલા એક્ટર ( actor  ) રુશદ રાણાએ ( rushad rana ) ગુપ્ત રીતે સાદગી સાથે લગ્ન ( tie the knot ) કર્યા છે. રુશદ રાણાએ તેની ગર્લફ્રેન્ડ અને ‘અનુપમા’ની ક્રિએટિવ ડિરેક્ટર કેતકી વાલાવલકરને ( ketaki walawalkar )  પોતાની લાઈફ પાર્ટનર બનાવી છે. આ લગ્નની તસવીર હવે સોશિયલ મીડિયા પર સામે આવી છે, બંનેએ ​​મુંબઈમાં જ લગ્ન કર્યા હતા. તસવીરમાં આ નવવિવાહિત કપલ ​​ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું છે.

Join Our WhatsApp Community

 ડેટિંગ એપથી શરૂ થયેલી લવ સ્ટોરી

તમને જાણીને નવાઈ લાગશે કે એક જ શો સાથે જોડાયેલા હોવા છતાં પણ રુશદ રાણા અને કેતકીની લવ સ્ટોરી એક ડેટિંગ એપ દ્વારા થઈ હતી. કારણ કે જ્યારે બંને ડેટિંગ કરવા લાગ્યા ત્યારે રૂશાદે શો છોડી દીધો હતો. હવે તેમના લગ્નનો પહેલો ફોટો સામે આવ્યો છે, તસવીરમાં દુલ્હનના રૂપમાં કેતકી અને વરના રૂપમાં રૂશાદ અદભૂત દેખાઈ રહ્યા છે

આ સમાચાર પણ વાંચો : શું ગુજરાતમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ નહીં થાય રિલીઝ? VHP-બજરંગ દળે અમદાવાદના મોલમાં કરી તોડફોડ, ફિલ્મની સ્ક્રિનિંગ ને લઇ ને કહી આવી વાત

રૂશાદ 43 વર્ષની ઉંમરે બીજી વખત વરરાજા બન્યો.

રુશદ અને કેતકી લાંબા સમયથી તેમના લગ્ન માટે ઉત્સાહિત હતા. 43 વર્ષની ઉંમરે રૂશાદ ફરી વર બની ગયો છે. અભિનેતાના પ્રથમ લગ્ન વર્ષ 2010માં થયા હતા, પરંતુ તેમના પ્રથમ લગ્ન માત્ર ત્રણ વર્ષમાં જ સમાપ્ત થઈ ગયા હતા. વર્ષ 2013માં તેમના છૂટાછેડા થઈ ગયા. લગ્ન તૂટ્યા પછી કેતકી વાલાવલકરે રૂશદના જીવનમાં પ્રવેશ કર્યો.આ લગ્ન પ્રસંગમાં અનુપમા એ પણ હાજરી આપી હતી. રૂપાળી એ તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીર પણ શેર કરી છે.

લગ્નમાં ઘણા ટીવી સેલેબ્સ પહોંચ્યા હતા

લગ્ન પહેલા આ કપલના પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આ ફોટો આ કપલની મહેંદી સેરેમનીનો છે, જેમાં કેતકી તેની મહેંદી જોરદાર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. રૂશાદ અને કેતકીના લગ્નના ફંક્શનમાં ટીવી જગતના ફેમસ સ્ટાર્સે હાજરી આપી હતી. અનુપમા સિરિયલની આખી કાસ્ટ આ કપલના લગ્ન અને તમામ ફંક્શનમાં પહોંચી હતી.

આ સમાચાર પણ વાંચો : દીપિકા પાદુકોણ બર્થડે સ્પેશિયલ-ક્રિકેટર થી લઇ ને અભિનેતા સુધી રણવીર સિંહ પહેલા દીપિકાનું નામ આ વ્યક્તિઓ સાથે જોડાયું હતું, એક સંબંધ તો 6 વર્ષ સુધી રહ્યો

Ajey: The Untold Story of a Yogi: યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’ પર વિવાદ, આ દેશો માં બેન થઇ ફિલ્મ
Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક ના છૂટાછેડા ની સાથે સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ કર્યો ખુલાસો
Anupama Twist: ‘અનુપમા’માં આવશે ભાવનાત્મક વળાંક, દેવિકા ની હકીકત આ રીતે આવશે અનુ ની સામે
Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો
Exit mobile version