Site icon

‘અનુપમા’ ની આ અભિનેત્રીએ અચાનક જ છોડી દીધો શો, જણાવ્યું સિરિયલ છોડવા પાછળ નું કારણ

 News Continuous Bureau | Mumbai

ટીવી શો 'અનુપમા' ટીઆરપીમાં છવાયેલો છે. શોનો ટ્રેક અને સ્ટોરી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. આ શોમાં અનઘા  ભોસલે નંદિનીની ભૂમિકા ભજવી રહી હતી, પરંતુ હવે તેણે આ શો છોડી દીધો છે. અચાનક શો છોડવાથી ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત છે. અભિનેત્રીએ શોબિઝમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે અને તેણે એક ઈન્ટરવ્યુમાં આ પાછળનું કારણ પણ જણાવ્યું છે.

Join Our WhatsApp Community

શો ‘અનુપમા’ માં, અનઘા ભોસલે માં રૂપાલી ગાંગુલીની નાની વહુની ભૂમિકા ભજવી રહી હતી. સમર અને તેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. અનઘાએ શો છોડતાની સાથે જ યુઝર્સના મનમાં ઘણા સવાલો આવી રહ્યા છે.અભિનેત્રી પુણેમાં તેના ઘરે પરત ફરી છે.એક મીડિયા હાઉસ ને આપેલ એક ઇન્ટરવ્યૂ માં, તેણીએ કહ્યું, “હું હૃદયથી ખૂબ જ આધ્યાત્મિક વ્યક્તિ છું, અને હું વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે ભાગ લઉં છું.’ અનઘા ભોસલેએ કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પછી મને સમજાયું કે ઈન્ડસ્ટ્રી મારી અપેક્ષાથી વિપરીત છે. અહીં રાજકારણ છે, બિનઆરોગ્યપ્રદ સ્પર્ધા છે. હંમેશા સારા દેખાવા અને સ્લિમ દેખાવાની હરીફાઈ હોય છે.સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરવાનું દબાણ છે. જો તમે આ વસ્તુઓ ન કરો તો તમે પાછળ રહી જાવ છો . આ બાબતો મારી વિચાર પ્રક્રિયા સાથે મેળ ખાતી નથી.

આ સમાચાર પણ વાંચો : 19 વર્ષ બાદ બહાર આવ્યું મંદિરા બેદીનું દર્દ , ક્રિકેટરો પર લગાવ્યો આ ગંભીર આરોપ; જાણો શું હતો મામલો

અનઘા ભોસલેએ વધુ માં જણાવ્યું કે,, "હું મારી જાતને શોબિઝના દંભ સાથે જોડી શકી નથી. તે દંભથી ભરેલો છે. હું મારી ધાર્મિક માન્યતાઓને આગળ ધપાવવા માંગુ છું અને મારા જીવનમાં શાંતિ અને સંતોષની ભાવના પ્રાપ્ત કરવા માંગુ છું." જો કે, અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તેણે બ્રેક લીધો છે અને અભિનય બંધ કર્યો નથી.'અનઘાના શો છોડવા અંગે કો-સ્ટાર પારસ કલનાવતે કહ્યું હતું કે તેને અભિનેત્રી સાથે કામ કરવાની આદત પડી ગઈ હતી.એક ન્યૂઝ પોર્ટલ ના  કહેવા પ્રમાણે, તેણે કહ્યું- 'મને અનઘા સાથે કામ કરવાની આદત પડી ગઈ હતી. અમે ઘણા સારા મિત્રો બની ગયા હતા. હું તેના નિર્ણય પર કંઈ કહી શકું તેમ નથી. પણ હું તેને ખૂબ મિસ કરીશ.તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ શો છોડતા પહેલા 'અનુપમા'માં પોતાનો બાકીનો ટ્રેક પૂરો કરી લીધો છે. શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તે હવે એક્ટિંગ ફિલ્ડથી અલગ થઈ ગઈ છે.

Arijit singh: મુંબઈના બંગલા નહીં, પણ અરિજીત સિંહનું આ રેસ્ટોરન્ટ છે ચર્ચામાં; માત્ર ૪૦ રૂપિયામાં મળે છે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન!
Arijit Singh: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધી નિવૃત્તિ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકો સ્તબ્ધ; જાણો શું છે કારણ
KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Exit mobile version