News Continuous Bureau | Mumbai
ટીવી ઈન્ડસ્ટ્રીની ક્વીન રૂપાલી ગાંગુલી ને કોઈ પરિચયની જરૂર નથી. રૂપાલી ગાંગુલી હવે ઘર-ઘર ટીવી સિરિયલ અનુપમાના તેના પાત્રના નામથી જ ઓળખાય છે. ટૂંક સમયમાં અનુપમા તેનો 45મો જન્મદિવસ ઉજવવા જઈ રહી છે. તેના જન્મદિવસ પહેલા રૂપાલી ગાંગુલી તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લાઈવ થઈને તેના ચાહકો સાથે વાત કરી રહી હતી. આ દરમિયાન, ટીવી અભિનેત્રીએ તેના ચાહકો પાસેથી તેના જન્મદિવસ પહેલા એક અનોખી ભેટ માંગી છે. અભિનેત્રીએ કહ્યું કે તે નથી ઈચ્છતી કે તેના ચાહકો તેને તેના જન્મદિવસ પર ભેટ આપે. તેમને ગિફ્ટ મોકલવાને બદલે તે ઈચ્છે છે કે તેના ચાહકો કોઈ ખાસ કામ કરે.
તાજેતરમાં અનુપમાની રૂપાલી ગાંગુલી તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લાઈવ થઈ હતી. આ દરમિયાન અભિનેત્રીએ લોકોને ખાસ વિનંતી કરી હતી કે તેઓ તેમના જન્મદિવસ પર ગિફ્ટ મોકલવાને બદલે જ્યારે પણ સમય મળે ત્યારે રસ્તા પર રખડતા પ્રાણીઓને ખવડાવે. અભિનેત્રીએ કહ્યું કે 'જરા કલ્પના કરો કે તમે ભૂખ્યા છો પણ કંઈ કહી શકતા નથી, બાળકો ભૂખ લાગે ત્યારે રડે છે પણ આ પ્રાણીઓ પાસે કોઈ વિકલ્પ નથી.' અભિનેત્રીએ કહ્યું કે 'કૃપા કરીને મને પ્રાણી આશ્રય બનાવવામાં મદદ કરો. હું એમ નથી કેહતી કે તમારે કૂતરો દત્તક લેવો જોઈએ, પરંતુ જો શક્ય હોય તો, તેમને એક સમયે એક ભોજન ખવડાવો. આ સાથે પક્ષી માટે પાણી પણ રાખો.અભિનેત્રીએ વધુમાં કહ્યું કે તેના પિતા માનતા હતા કે અમે અહીં પૈસા કમાવવા માટે નહીં પરંતુ કર્મ કમાવવા આવ્યા છીએ. આ સાથે, અભિનેત્રીએ તેના તમામ ચાહકોનો ખૂબ પ્રેમ વરસાવવા અને દરેક સમયે સાથ આપવા બદલ આભાર માન્યો.
આ સમાચાર પણ વાંચો : મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ બોડી શેમિંગ પર ટ્રોલ્સનો આપ્યો જડબાતોડ જવાબ, આ બીમારીને કારણે વધી રહ્યું છે વજન ; જાણો વિગત
તમને જણાવી દઈએ કે, રૂપાલી ગાંગુલી સારાભાઈ Vs સારાભાઈ ટીવી સિરિયલમાં મોનિષાના પાત્ર માટે પણ જાણીતી છે. પરંતુ અનુપમા ટીવી સીરિયલને કારણે અભિનેત્રીની કારકિર્દીને વેગ મળ્યો અને તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ વધી ગઈ.