Site icon

‘અનુપમા’ માં થી ગાયબ થઈ કાવ્યા, અભિનેત્રી એ શો માંથી બ્રેક લેવાનું જણાવ્યું સાચું કારણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર

અનુપમા સિરિયલ માં દર્શકોને રોજ નવા વળાંકો જોવા મળે છે. સીરિયલના લેટેસ્ટ ટ્રેકમાં બતાવવામાં આવ્યું છે કે મદાલસા શર્મા એટલે કે કાવ્યા અચાનક શાહ હાઉસમાંથી નીકળી જાય છે. લોકો તેમના જવાની અટકળો લગાવી રહ્યા છે. કેટલાક દર્શકોને એવું પણ લાગે છે કે કદાચ મદાલસાને કોરોના થયો  હોવાને કારણે બ્રેક આપવામાં આવ્યો છે.આ કારણનો ખુલાસો ખુદ મદાલસા શર્માએ કર્યો છે, તેણે એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં કહ્યું કે, મને કોરોના હોવાના સમાચાર ખોટા છે. હું બિલકુલ સ્વસ્થ છું. હા, મેં શાહ હાઉસ છોડી દીધું છે. શોમાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે.

મદાલસાએ કહ્યું કે કંઈક એવું થવા જઈ રહ્યું છે જેની ચાહકોને અપેક્ષા પણ નહીં હોય. મેકર્સ શોમાં ઘરેલુ હિંસાનો ટ્રેક લાવ્યા છે. અનુજની બહેન માલવિકાનો ડરામણો ભૂતકાળ પણ સામે આવ્યો છે. હવે સમાચાર છે કે શોમાં વધુ બે નવી એન્ટ્રી થવાની છે. એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ માલવિકાના પતિ ટૂંક સમયમાં શોમાં એન્ટ્રી કરી શકે છે. આ સિવાય અક્ષય નામનું પાત્ર પણ આવવાનું છે. અક્ષય માલવિકાનો ભૂતકાળનો પ્રેમી છે.

આલિયા ભટ્ટ-અજય દેવગણે 'RRR'માં કેમિયો માટે SS રાજામૌલી પાસેથી વસૂલ્યા કરોડો રૂપિયા! ફીસ જાણીને ચોંકી જશો

સિરિયલ અનુપમાની કાવ્યાના આ નિવેદનથી ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. ચાહકોને એવું લાગવા માંડ્યું છે કે અનુપમા સિરિયલની વાર્તામાં ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. તમે જાણો છો તેમ, વનરાજની નજર આ સમયે અનુજના બિઝનેસ પર છે. વનરાજ અનુજનો ધંધો હડપ કરવા માંગે છે. બીજી તરફ, અનુજ તેની બહેન માલવિકાની સંભાળ રાખવામાં વ્યસ્ત છે. આવનારા સમયમાં વનરાજ આનો લાભ લેવાના છે.

Taarak Mehta Ka Ooltah Chashmah: શું ગોકુલધામમાં પાછો ફરશે જૂનો ચહેરો? શોમાં રી-એન્ટ્રીના સમાચારો પર કલાકારનું મોટું નિવેદન; જાણીને ફેન્સ થયા ગદગદ
Border 2 Box Office Collection : બોર્ડર 2’ એ પહેલા જ દિવસે મચાવી તબાહી! 30 કરોડના કલેક્શન સાથે રણવીર સિંહની ‘ધુરંધર’ ને પછાડી; બનાવ્યો નવો રેકોર્ડ
Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Palaash Muchhal Controversy:મ્યુઝિક ડિરેક્ટર પલાશ મુચ્છલ પર લટકી ધરપકડની તલવાર? 40 લાખના ફ્રોડના આરોપથી ખળભળાટ; જાણો શું છે આખો મામલો
Exit mobile version