Anupamaa Promo Update:‘અનુપમા’માં નવા યુગની શરૂઆત: ગોવાના બીચ પર અનુપમા વેચશે નાસ્તો, વાર્તામાં સચિન ત્યાગીની એન્ટ્રી.

Anupamaa Promo Update:પ્રાર્થનાના મોતનો ઈલજામ અનુપમા પર લાગતા બદલાશે શહેર; નવા પ્રોમોમાં અનુપમા અને નવા પાત્રનો થયો સામનો, મંગળવારથી જોવા મળશે નવા એપિસોડ.

by Zalak Parikh
Anupamaa Promo Update: Anupama Starts a New Journey in Goa; Actor Sachin Tyagi Enters as the New Lead

News Continuous Bureau | Mumbai

Anupamaa Promo Update: ટીવીની સૌથી લોકપ્રિય સિરિયલ ‘અનુપમા’  માં જે ટ્વિસ્ટની રાહ જોવાતી હતી તેનો પ્રોમો સામે આવી ગયો છે. વાર્તામાં ફરી એકવાર વર્ષોનો લીપ આવશે અને અનુપમા શાહ અને કોઠારી પરિવાર સાથેના તમામ સંબંધો તોડીને ગોવામાં પોતાનું નવું આશિયાનું બનાવશે. પ્રોમોમાં અનુપમાને ગોવાના બીચ પર હેલ્ધી સ્નેક્સ વેચતી જોઈ શકાય છે.

આ સમાચાર પણ વાંચો : TRP Report Week 8: ‘તુલસી’એ ‘અનુપમા’નું સિંહાસન ડોલાવ્યું! નંબર-૧ માટે જંગ તેજ; જાણો તમારી ફેવરિટ સીરિયલ કયા સ્થાને છે?

સચિન ત્યાગીની એન્ટ્રી અને અનુપમા સાથે મુલાકાત

નવા પ્રોમોમાં જોવા મળે છે કે દરિયાના મોજાને કારણે અનુપમા પોતાનું સંતુલન ગુમાવે છે અને સ્ટોલ સાથે નીચે પડી જાય છે. આ સમયે શોમાં નવા પાત્ર તરીકે સચિન ત્યાગીનો  પ્રવેશ થાય છે. સચિન અનુપમાને ઉભી કરવામાં મદદ કરવાને બદલે તેને શિખામણ આપીને જતો રહે છે. અનુપમા તેના આ વર્તનથી આશ્ચર્યચકિત થઈ જાય છે. સચિનનું પાત્ર અનુપમાના જીવનમાં બિઝનેસ પાર્ટનર તરીકે આવશે કે રોમેન્ટિક એંગલ શરૂ થશે, તે જોવું રસપ્રદ રહેશે.


સિરિયલના વર્તમાન ટ્રેકની વાત કરીએ તો, અનુપમા મંદિરમાં પ્રાર્થના અને અંશ સાથે હતી ત્યારે એક અકસ્માત સર્જાય છે. આ અકસ્માતમાં અનુપમાને બચાવવા જતાં પ્રાર્થનાનું મૃત્યુ થાય છે. આ આકસ્મિક મૃત્યુનો આરોપ અનુપમા પર લાગશે, જેના કારણે તે પરિવાર છોડવાનો નિર્ણય લેશે. આ ગંભીર વળાંક બાદ અનુપમાનો નવો સંઘર્ષ ગોવામાં બતાવવામાં આવશે. સિરિયલમાં લીપ બાદ અનુપમા ફરીથી શૂન્યમાંથી સફર શરૂ કરશે. ગોવાના બીચ પર દેશી નાસ્તો વેચતી અનુપમાના જીવનમાં સચિન ત્યાગીનું પાત્ર કેવી રીતે પરિવર્તન લાવે છે તેના પર ચાહકોની નજર ટકેલી છે. નવા એપિસોડ આગામી મંગળવારથી ટેલિકાસ્ટ કરવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More