News Continuous Bureau | Mumbai
Anupamaa Promo: ટીવી સીરિયલ ‘અનુપમા’નો નવો પ્રોમો આવ્યો છે. આ પ્રોમો સ્ટાર પ્લસ કે ડિરેક્ટર્સ કટ પ્રોડક્શને શેર નથી કર્યો. આ પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પ્રોમોમાં અનુપમા મુંબઈમાં નહીં, પણ અમદાવાદમાં જ પોતાની નવી શરૂઆત કરતી જોવા મળી રહી છે. તે ફરી એકવાર ‘અનુની રસોઈ’ને ઊભી કરવાની કોશિશ કરી રહી છે.આ પ્રોમો એ લોકો ને આશ્ચર્યચકિત કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : Kantara Chapter 1: આ કારણ થી ઓટિટિ પર જલ્દી આવી રહી છે ‘કાંતારા: ચેપ્ટર 1’, મેકર્સે કર્યો ખુલાસો
અનુજ કપાડિયાનો ફોટો
પ્રોમોની શરૂઆતમાં અનુપમા ‘અનુની રસોઈ’નું બેનર છાતી સરસું લગાવે છે અને કહે છે, ‘કપાડિયા જી, એકવાર ફરી અમારું સપનું પૂરું કરવા જઈ રહી છું.’ આ પછી અનુપમા, અનુજની યાદોમાં ખોવાઈ જાય છે. અનુપમા કહે છે, ‘પણ તમારા વગર કેવી રીતે કરીશ? કાશ! તમે પણ અહીં હોત.’ આના તરત જ પછી એક વ્યક્તિ અનુપમા સાથે અથડાય છે. તે વ્યક્તિ પાસે એક સૂટકેસ હોય છે અને તે સૂટકેસ પર ‘એકે’ લખેલું હોય છે. એટલું જ નહીં, તેના સૂટકેસમાંથી અનુજ કપાડિયાનો ફોટો પણ નીચે પડી જાય છે.
Not sure if this will actually help #GauravKhanna in #BiggBoss19 !!
But no denying — Anuj Kapadia’s massive popularity in every Indian household can surely boost his votes & fanbase in #BB19 !!
Still… this screams “Rajan Shahi PR move” for #Anupamaa !!pic.twitter.com/pOKVBBBgO3
— Nisha Rose🌹 (@Fierce_Soul_) October 29, 2025
હવે સવાલ એ ઊભો થાય છે કે અનુજ કપાડિયાનો ફોટો લઈને ફરતો આ વ્યક્તિ કોણ છે? શું ‘અનુપમા’માં અનુજ કપાડિયાની ફરીથી એન્ટ્રી થવાની છે? જો ‘હા’ તો શું આ રોલ માટે ગૌરવ ખન્નાને ‘બિગ બૉસ ૧૯’માંથી બહાર આવવું પડશે? કે પછી ગૌરવની જગ્યાએ કોઈ નવા અભિનેતાને અનુજ કપાડિયાનો રોલ મળશે?
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)