Site icon News Continuous Bureau | Mumbai

Anupamaa Promo: શું ખરેખર ‘અનુપમા’માં થશે ગૌરવ ખન્નાની વાપસી? સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા શોનો નવો પ્રોમો જોઈને ફેન્સ આશ્ચર્યચકિત

Anupamaa Promo: ટીવી સીરિયલ 'અનુપમા'નો નવો પ્રોમો આવ્યો છે, જેમાં અનુપમા મુંબઈ નહીં જાય અને ફરી એકવાર અમદાવાદમાં 'અનુની રસોઈ' શરૂ કરશે.

Anupamaa Promo: Will Gaurav Khanna Return to 'Anupamaa'? Fans Surprised After Seeing the Show's New Promo

Anupamaa Promo: Will Gaurav Khanna Return to 'Anupamaa'? Fans Surprised After Seeing the Show's New Promo

News Continuous Bureau | Mumbai

Anupamaa Promo: ટીવી સીરિયલ ‘અનુપમા’નો નવો પ્રોમો આવ્યો છે. આ પ્રોમો સ્ટાર પ્લસ કે ડિરેક્ટર્સ કટ પ્રોડક્શને શેર નથી કર્યો. આ પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પ્રોમોમાં અનુપમા મુંબઈમાં નહીં, પણ અમદાવાદમાં જ પોતાની નવી શરૂઆત કરતી જોવા મળી રહી છે. તે ફરી એકવાર ‘અનુની રસોઈ’ને ઊભી કરવાની કોશિશ કરી રહી છે.આ પ્રોમો એ લોકો ને આશ્ચર્યચકિત કર્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Kantara Chapter 1: આ કારણ થી ઓટિટિ પર જલ્દી આવી રહી છે ‘કાંતારા: ચેપ્ટર 1’, મેકર્સે કર્યો ખુલાસો

અનુજ કપાડિયાનો ફોટો

પ્રોમોની શરૂઆતમાં અનુપમા ‘અનુની રસોઈ’નું બેનર છાતી સરસું લગાવે છે અને કહે છે, ‘કપાડિયા જી, એકવાર ફરી અમારું સપનું પૂરું કરવા જઈ રહી છું.’ આ પછી અનુપમા, અનુજની યાદોમાં ખોવાઈ જાય છે. અનુપમા કહે છે, ‘પણ તમારા વગર કેવી રીતે કરીશ? કાશ! તમે પણ અહીં હોત.’ આના તરત જ પછી એક વ્યક્તિ અનુપમા સાથે અથડાય છે. તે વ્યક્તિ પાસે એક સૂટકેસ હોય છે અને તે સૂટકેસ પર ‘એકે’ લખેલું હોય છે. એટલું જ નહીં, તેના સૂટકેસમાંથી અનુજ કપાડિયાનો ફોટો પણ નીચે પડી જાય છે.


હવે સવાલ એ ઊભો થાય છે કે અનુજ કપાડિયાનો ફોટો લઈને ફરતો આ વ્યક્તિ કોણ છે? શું ‘અનુપમા’માં અનુજ કપાડિયાની ફરીથી એન્ટ્રી થવાની છે? જો ‘હા’ તો શું આ રોલ માટે ગૌરવ ખન્નાને ‘બિગ બૉસ ૧૯’માંથી બહાર આવવું પડશે? કે પછી ગૌરવની જગ્યાએ કોઈ નવા અભિનેતાને અનુજ કપાડિયાનો રોલ મળશે? 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh Kabir Singh Rejection રણવીરે રિજેક્ટ કરેલી આ ફિલ્મે શાહિદને અપાવી કરિયરની સૌથી મોટી સફળતા, તૂટ્યા હતા કમાણીના તમામ રેકોર્ડ્સ
Welcome To The Jungle CBFC Cuts અક્ષય કુમારની ‘Welcome To The Jungle’ પર સેન્સર બોર્ડની કાતર! દિશાજેકલીનના બિકીની સીન્સ સહિત ૧૮ દ્રશ્યો બદલાયા
Preity Zinta Kitchen Garden વિદેશમાં રહીને પણ દેશી શોખ પ્રીતિ ઝિન્ટાએ અમેરિકામાં વસાવી પોતાની ‘ઘરની ખેતી’, ઓર્ગેનિક શાકભાજી અને સફરજન ઉગાડ્યા
Diljit Dosanjh Concert Protester સેન ફ્રાન્સિસ્કોમાં દિલજીત દોસાંજના શોમાં મચી અફરાતફરી! સિક્યોરિટીને ચકમો આપી સ્ટેજ પર પહોંચ્યો પ્રદર્શનકારી
Exit mobile version