News Continuous Bureau | Mumbai
Anupamaa Serial Spoiler Alert સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘અનુપમા’ના આગામી એપિસોડમાં દર્શકોને એક મોટો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળવાનો છે. સીરિયલના નવા પ્રોમો અનુસાર, અંશ અને પ્રેરણાના લગ્નજીવનને બરબાદ કરવા માટે વાર્તામાં એક નવી ગ્લેમરસ અને શાતિર વિલનની એન્ટ્રી થવા જઈ રહી છે, જે બેચલર્સ પાર્ટી દરમિયાન બાળકોની મુશ્કેલીઓમાં વધારો કરશે.
Anupamaa Serial Spoiler Alert – શાહ અને કોઠારી પરિવારના બાળકો છાનામાના પહોંચશે બેચલર્સ પાર્ટીમાં
ટીવી સીરિયલ ‘અનુપમા’ના આગામી એપિસોડમાં રૂપાલી ગાંગુલી અને અદ્રીજા રોય સ્ટારર આ શોમાં નવો વળાંક જોવા મળશે. વાર્તામાં બતાવવામાં આવશે કે ઘરના તમામ બાળકો બેચલર્સ પાર્ટીમાં જવાની ગુપ્ત તૈયારી કરી રહ્યા છે. લીલા બા આ વાત જાણીને ગુસ્સે ન થાય તે માટે કોઈની હિંમત ચાલતી નથી, તેથી બધા અનુપમાનો સહારો લે છે. અનુપમા ખૂબ જ પ્રેમથી પરિસ્થિતિ સંભાળીને લીલા અને બાપુજીને મનાવી લે છે. ત્યારબાદ શાહ પરિવારમાંથી અંશ, પ્રેરણા, ઈશાની, બંકુ અને માહી તેમજ કોઠારી મેન્શનમાંથી પરી અને રાજા પણ આ જ ક્લબમાં પાર્ટી માટે પહોંચે છે. ત્યાં પ્રેમ અને રાહીને જોઈને અંશ ખૂબ જ ખુશ થઈ જાય છે.
Anupamaa Serial Spoiler Alert – દીવો બુઝાવાની સાથે જ ક્લબમાં મિસ્ટ્રી ગર્લની થઈ ધમાકેદાર એન્ટ્રી
મીડિયા ના અહેવાલ મુજબ, શોના નવા સ્પૉઇલર વીડિયોમાં એક મોટો અપશુકન બતાવવામાં આવ્યો છે. એક તરફ અનુપમા જ્યારે ઘરમાં સંધ્યા ટાણે દીવો પ્રગટાવી રહી હોય છે, ત્યારે જ અચાનક જોરદાર પવન ફૂંકાય છે અને દીવો બુઝાઈ જાય છે. બીજી જ ક્ષણે ક્લબનો સીન બતાવવામાં આવે છે જ્યાં અંશ અને પ્રેરણા રોમેન્ટિક ડાન્સ કરી રહ્યા છે અને એક અજાણી સુંદર છોકરી ત્રાંસી નજરે બંનેને જોઈ રહી છે. આ રહસ્યમય છોકરી દેખાવમાં ખૂબ જ શાતિર અને ચાલાક લાગી રહી છે જે અંશ અને પ્રેરણાની નવી શરૂ થનારી જીંદગીમાં ઝેર ઘોળવા માટે આવી પહોંચી છે.
Anupamaa Serial Spoiler Alert – ફેન થિયરીઝ અનુસાર અંશને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરાશે
સોશિયલ મીડિયા પર ચાહકોની થિયરીઝ અનુસાર, આ નવી છોકરી કાં તો અંશની નજીક આવવાનો પ્રયાસ કરીને પ્રેરણા સાથેના તેના સંબંધો બગાડશે અથવા તો તેમને કોઈ જૂની વાતને લઈને બ્લેકમેલ કરી શકે છે. ‘અનુપમા’ સીરિયલમાં હંમેશા વાસ્તવિક જીવનની ઘટનાઓ બતાવીને દર્શકોને નવી શીખ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે આ નવા સીક્વન્સ દ્વારા પણ મેકર્સ આજના યુવાનોને કોઈ મોટી સોશિયલ અવેરનેસનો મેસેજ આપશે. હવે આ નવી વિલન વાર્તાને કઈ દિશામાં લઈ જશે અને અનુપમા પોતાના બાળકોને આ નવી મુશ્કેલીમાંથી કેવી રીતે બચાવશે તે જોવું ખરેખર રસપ્રદ રહેશે.
👉 આ સમાચાર વાચો:
Indias Got Latent 2 BTS Video સમય રૈનાએ આલિયા ભટ્ટ અને શરવરીને આપી ખાસ ભેટ, ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨’ ના બીટીએસ વીડિયોમાં કલાકારોએ કરી મસ્તી