Site icon

બિઝનેસ વુમન તરીકે પરત ફરશે ‘અનુપમા’, લિપ બાદ બદલાઈ જશે જીવન, જાણો વિગત

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર શો 'અનુપમા'માં એક નવો ટ્વિસ્ટ આવવાનો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ શો 5 થી 6 વર્ષનો લીપ લેશે, ત્યારબાદ અનુપમાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે.

anupamaa show to take leap of 5 to 6 years anu will become a grown

બિઝનેસ વુમન તરીકે પરત ફરશે 'અનુપમા', લિપ બાદ બદલાઈ જશે જીવન, જાણો વિગત

News Continuous Bureau | Mumbai

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર શો ‘અનુપમા’ આ દિવસોમાં TRP લિસ્ટમાં નંબર વન પર છે. આ દિવસોમાં શોમાં ઘણો હંગામો જોવા મળી રહ્યો છે. જ્યાં એક તરફ અનુપમા અને અનુજ અલગ થઈ ગયા છે, તો બીજી તરફ અનુપમા ફરી એકવાર પોતાનું નવું જીવન શરૂ કરી રહી છે. અનુપમાએ તેની નવી ડાન્સ એકેડમી ખોલી છે અને અનુજથી દૂર તેના જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. આ તક નો ફાયદો ઉઠાવી ને  વનરાજ ફરી એકવાર અનુપમાને તેના જીવનમાં પાછો લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Join Our WhatsApp Community

 

અનુપમામાં આવશે લિપ  

અનુપમાના શોમાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. વાસ્તવમાં, મીડિયા માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, અનુપમા શો 5 થી 6 વર્ષનો લિપ લેવા જઈ રહ્યો છે, જ્યાં છોટી અનુ હવે મોટી થશે અને શોમાં નવા પાત્રોની એન્ટ્રી થશે. આવી સ્થિતિમાં રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર શોમાં એક નવો ટ્વિસ્ટ જોવા મળશે.જો રિપોર્ટ્સ ની માનીએ તો અનુપમા માં લીપ પછી ઘણા બધા બદલાવ જોશે . અનુપમા હવે પહેલા કરતા વધુ આત્મવિશ્વાસ ધરાવશે અને તે જે પણ શરૂ કરશે તેમાં સફળ થશે. આ દરમિયાન અનુજ પણ તેના જીવનમાં ખુશ હશે પરંતુ તે અનુપમા વિના અધૂરો મહેસુસ કરશે. આવનારા સમયમાં તેની સાથે છોટી અનુ અને માયા પણ હશે.

 

અનુપમા નો વર્તમાન ટ્રેક 

‘અનુપમા’નો વર્તમાન ટ્રેક બતાવે છે કે હાલમાં બરખા, અંકુશ અને અધિક અનુજ નો બિઝનેસ સંભાળી રહ્યા છે. બીજી તરફ બરખા પ્રોપર્ટી તેમજ બિઝનેસ હડપ કરવાનો પ્રયાસ કરશે.’અનુપમા’ માં આગળ જોવા મળશે કે સમર અને ડિમ્પલ લગ્ન કરવાનું નક્કી કરે છે પરંતુ તેમની જવાબદારી લેવા માટે કોઈ આગળ આવતું નથી. તેથી સમર ઘર છોડવાનું નક્કી કરે છે. બીજી બાજુ, બરખા અનુપમા તમામ સામાન સાથે અનુપમાના ઘરે પહોંચે છે અને કહે છે કે અનુજે  આ સામાન મોકલાવ્યો છે.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version