Site icon

ટીવી સિરિયલ ‘અનુપમા’ ના મેકર્સ પર ફરી ફૂટ્યો ચાહકો નો ગુસ્સો,આ કારણ આવ્યું સામે

anupamaa-spoiler-alert-anuj-anupama-accident-Fans-angry-makers

 News Continuous Bureau | Mumbai

રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના સ્ટારર ટીવી શો ‘અનુપમા'(Anupamaa) TRP લિસ્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખે છે. તેનું કારણ એ છે કે મેકર્સ આ શોમાં સતત કોઈને કોઈ ટ્વીસ્ટ (twist) લાવતા રહે છે. હાલમાં જ શોમાં પાખી અને અધિક ના લગ્ન અને તેમની હકાલપટ્ટીની વાર્તા ચાલી રહી છે. પરંતુ આ દરમિયાન આગામી વાર્તાની એક ઝલક સામે આવી છે કે અનુજ અને અનુપમા પર જીવલેણ હુમલો (accident) થયો છે. આને લઈને યુઝર્સનો ગુસ્સો મેકર્સ પર ફાટી નીકળ્યો છે.

Join Our WhatsApp Community

એક ઝલક સામે આવી છે જેમાં કેટલાક લોકો રસ્તામાં અનુજ અને અનુપમા પર હુમલો (attack) કરે છે. બતાવવામાં આવે છે કે કોઈ વ્યક્તિ અનુજ અને અનુપમાની કારને રસ્તામાં રોકે છે અને તેમની જીપને અથડાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે તેમની સાથે ઝઘડો પણ થાય છે. પરંતુ આ બધું જોઈને ‘અનુપમા’ના ચાહકો નારાજ  છે. તે કહે છે કે જ્યારે મેકર્સ પાસે સ્ટોરી નથી હોતી ત્યારે તેઓ અનુજ નો એક્સિડન્ટ અથવા તેના પર હુમલો કરાવી દે છે.

આ સમાચાર પણ વાંચો: પુણેમાં થયો મોટો અકસ્માત, ટ્રકની બ્રેક ફેઈલ થતાં એક બાદ એક…. 48 ગાડીઓ અથડાઈ. જુઓ વિડીયો

આ શોમાં અનુજ કાપડિયાનો અકસ્માત (Anuj accident) અત્યાર સુધી ઘણી વખત બતાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ચાહકોને હવે તેને મેકર્સની યુક્તિ  લાગી રહી છે. કારણ કે દર્શકો અનુજ સાથે ભાવનાત્મક (emotional) રીતે જોડાયેલા છે અને તેની સાથે અકસ્માત સર્જીને નિર્માતાઓ ટીઆરપી (TRP) ના ટોપ લિસ્ટ માં રહે છે. તે જ સમયે, આ દ્રશ્ય સામે આવ્યા પછી કેટલાક લોકો ઘણા ભાવુક પણ થઈ ગયા છે.

બીજી તરફ શોમાં અત્યાર સુધીની સ્ટોરીની વાત કરીએ તો પાખી અને અધિક ને ઘરમાંથી કાઢી મુક્યા બાદ હવે પાખીએ એક નવું પગલું ભર્યું છે. પાખી હવે સમરની એક્સ ગર્લફ્રેન્ડ નંદનીના ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. જે શાહ હાઉસની સામે છે. બા આને લઈને ખૂબ ગુસ્સે થઈ રહી છે. આવનાર મુસીબત ની તેને ચિંતા છે. તો હવે જોવાનું એ રહેશે કે શોમાં સ્ટોરી કયા વળાંક  પર આવે છે. આ વખતે અનુજ અને અનુપમાનો અકસ્માત કેટલો જીવલેણ હશે તે તો સમય જ કહેશે.

 

Ajay Devgn Net Worth: બૉલીવુડનો મલ્ટી-મિલિયનર છે અજય દેવગન, ફિલ્મો ઉપરાંત અહીં થી પણ કરે છે કરોડોની કમાણી
Sudipto Sen Slams Filmfare Award: ફિલ્મફેર વિવાદમાં,’ધ કેરળ સ્ટોરી’ના ડિરેક્ટરે ‘લાપતા લેડીઝ’ની જીત પર ઉઠાવ્યા આવા સવાલ
Agastya Nanda Ikkis: અગસ્ત્ય નંદાની ‘ઇક્કીસ’નો ફર્સ્ટ લુક આવ્યો સામે, બહેન નવ્યા ઉપરાંત આ લેડી ના રિએક્શન ની થઇ રહી છે ચર્ચા
Amitabh Bachchan: અમિતાભ બચ્ચન પણ થયા ‘લબૂબૂ’ ટ્રેન્ડમાં શામેલ, કારમાંથી શેર કર્યો મજેદાર વીડિયો, લોકો એ આપી આવી પ્રતિક્રિયા
Exit mobile version