Anupamaa: સિરિયલ અનુપમા માં સમર બાદ હવે આ મુખ્ય અભિનેત્રી ની થઇ એક્ઝિટ, ખુદ અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી એ આપી જાણકારી

anupamaa upcoming track chhot anu urf asmi deo last day at shoot

News Continuous Bureau | Mumbai

Anupamaa: સિરિયલ અનુપમા માં સ્ટોરી લાઈન છોટી અનુ, પાખી અને ડિમ્પી ની આસપાસ ફરી રહી છે. એક તરફ છોટી અનુ તેની માતા અનુપમા સાથે રૂડલી વાત કરે છે તો બીજી તરફ પાખી તેના પતિ થી અલગ શાહ હાઉસ માં રહે છે જ્યારેકે વનરાજ ડિમ્પી અને ટીટુ  ને સાથે જોઈ શકતો નથી. આ બધા ની વચ્ચે અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી એ ચોંકાવનારા સમાચાર આપ્યા છે. રૂપાલી ઇન્સ્ટા પર લાઈવ આવી ને માહિતી આપી કે છોટી અનુ એટલે કે અસ્મિ દેવ નો આજે લાસ્ટ એપિસોડ છે. એટલે કે હવે આવનારા થોડા દિવસો બાદ અસ્મિ દેવ સિરિયલ અનુપમા માં નહીં જોવા મળે. 

 

અનુપમા માંથી થઇ અસ્મિ દેવ ની એક્ઝિટ 

હાલમાંજ રૂપાલી ગાંગુલી તેની છોટી અનુ એટલે કે અસ્મિ દેવ સાથે તેના ઇન્સ્ટા પર લાઈવ આવી હતી. લાઈવ માં  રૂપાલીએ કહ્યું, ‘આજે ટેકનિકલી મારા પ્યારી નો કામ પરનો છેલ્લો દિવસ છે તેથી મેં વિચાર્યું કે હું તમારી સાથે જોડાઈશ. અસ્મી આપ સૌનો આભાર માનવા માંગે છે. કાશ! જેમ સિરિયલોમાં બાળકો ઝડપથી મોટા થાય છે, તેવી જ રીતે તે પણ મોટી થઇ જાય.’આ પછી બંને મસ્તી કરવા લાગે છે. 

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)


મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ માં લિપ આવવાનો છે. તેમજ મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ માં છોટી અનુ ની જગ્યા ઓરા ભટનાગર લેશે. જો આ વાત સાચી હશે તો, ઓરા ભટનાગર આગામી દિવસોમાં ટીવી સિરિયલ ‘અનુપમા’માં છોટી અનુનો રોલ કરતી જોવા મળી શકે છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. 

આ સમાચાર પણ વાંચોઃ Parineeti chopra: શું પતિ ની જેમ રાજનીતિ માં પોતાનું નસીબ અજમાવશે પરિણીતી ચોપરા? અભિનેત્રી એ આપ્યો આનો જવાબ