Site icon

Anupamaa: સિરિયલ અનુપમા માં સમર બાદ હવે આ મુખ્ય અભિનેત્રી ની થઇ એક્ઝિટ, ખુદ અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી એ આપી જાણકારી

Anupamaa: સિરિયલ અનુપમા માં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સિરિયલ માંથી ઘણા સ્ટાર વિદાય લઇ ચુક્યા છે હવે એવા સમાચાર છે કે શો માં છોટી અનુ ની ભૂમિકા ભજવી રહેલી બાળ કલાકાર અસ્મિ દેવ ની ભૂમિકા ખતમ થઇ ગઈ છે આ વાત ની જાણકારી અનુપમા એટલેકે રૂપાલી ગાંગુલી એ પોતે આપી છે.

anupamaa upcoming track chhot anu urf asmi deo last day at shoot

anupamaa upcoming track chhot anu urf asmi deo last day at shoot

News Continuous Bureau | Mumbai

Anupamaa: સિરિયલ અનુપમા માં સ્ટોરી લાઈન છોટી અનુ, પાખી અને ડિમ્પી ની આસપાસ ફરી રહી છે. એક તરફ છોટી અનુ તેની માતા અનુપમા સાથે રૂડલી વાત કરે છે તો બીજી તરફ પાખી તેના પતિ થી અલગ શાહ હાઉસ માં રહે છે જ્યારેકે વનરાજ ડિમ્પી અને ટીટુ  ને સાથે જોઈ શકતો નથી. આ બધા ની વચ્ચે અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી એ ચોંકાવનારા સમાચાર આપ્યા છે. રૂપાલી ઇન્સ્ટા પર લાઈવ આવી ને માહિતી આપી કે છોટી અનુ એટલે કે અસ્મિ દેવ નો આજે લાસ્ટ એપિસોડ છે. એટલે કે હવે આવનારા થોડા દિવસો બાદ અસ્મિ દેવ સિરિયલ અનુપમા માં નહીં જોવા મળે. 

Join Our WhatsApp Community

 

અનુપમા માંથી થઇ અસ્મિ દેવ ની એક્ઝિટ 

હાલમાંજ રૂપાલી ગાંગુલી તેની છોટી અનુ એટલે કે અસ્મિ દેવ સાથે તેના ઇન્સ્ટા પર લાઈવ આવી હતી. લાઈવ માં  રૂપાલીએ કહ્યું, ‘આજે ટેકનિકલી મારા પ્યારી નો કામ પરનો છેલ્લો દિવસ છે તેથી મેં વિચાર્યું કે હું તમારી સાથે જોડાઈશ. અસ્મી આપ સૌનો આભાર માનવા માંગે છે. કાશ! જેમ સિરિયલોમાં બાળકો ઝડપથી મોટા થાય છે, તેવી જ રીતે તે પણ મોટી થઇ જાય.’આ પછી બંને મસ્તી કરવા લાગે છે. 


મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ માં લિપ આવવાનો છે. તેમજ મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ માં છોટી અનુ ની જગ્યા ઓરા ભટનાગર લેશે. જો આ વાત સાચી હશે તો, ઓરા ભટનાગર આગામી દિવસોમાં ટીવી સિરિયલ ‘અનુપમા’માં છોટી અનુનો રોલ કરતી જોવા મળી શકે છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. 

આ સમાચાર પણ વાંચોઃ Parineeti chopra: શું પતિ ની જેમ રાજનીતિ માં પોતાનું નસીબ અજમાવશે પરિણીતી ચોપરા? અભિનેત્રી એ આપ્યો આનો જવાબ

Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Dhurandhar 2 Success: 1600 કરોડની સફળતાનો નશો? રણવીર સિંહ વિશે માનવ ગોહિલે કહી આ મોટી વાત, ફેન્સ પણ ચોંકી ગયા
TRP Report Week 13: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડીને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બની નંબર-1, જાણો અન્ય સીરિયલ્સની હાલત
Exit mobile version